IPL 2022ની 28મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટે પંજાબ કિંગ્સને હરાવી દીધું છે. SRH સામે 152 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. એડન માર્કરામ 41 અને નિકોલસ પૂરન 35 રને અણનમ રહ્યા હતા. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...
આની પહેલા ટોસ હાર્યા પછી બેટિંગ કરતા PBKSની ટીમ 20 ઓવરમાં 151 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન પંજાબની ટીમથી લિયમ લિવિંગસ્ટોને સૌથી વધુ 60 રન કર્યા હતા. જ્યારે SRH તરફથી ઉમરાન મલિકે 4 વિકેટ લીધી હતી.
વિલિયમ્સને નિરાશ કર્યા
152નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં કેપ્ટન કેન વિલિયમ્સન માત્ર 3 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ કગિસો રબાડાએ લીધી હતી. આ દરમિયાન કેનનો કેચ કવર્સ પર ફિલ્ડિંગ કરી રહેલા શિખર ધવને પકડ્યો હતો.
ઉમરાન સામે પંજાબની હવા ટાઈટ
પંજાબની ઈનિંગની છેલ્લી ઓવરમાં ઉમરાન મલિકે 3 વિકેટ લીધી હતી. આ ઓવરના બીજા બોલ પર તેણે ઓડિન સ્મિથને આઉટ કર્યો જ્યારે ચોથા બોલ પર રાહુલ ચાહર અને પાંચમા બોલ પર વૈભવ અરોરાને પેવેલિયન ભેગો કર્યો હતો.
લિવિંગસ્ટોનની શાનદાર ફિફ્ટી
આક્રમક ફોર્મમાં ચાલી રહેલા લિયમ લિવિંગસ્ટોને શાનદાર બેટિંગ કરતા 26 બોલમાં તેની IPL કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી દીધી છે.
ભુવીએ ખાસ રેકોર્ડ નોંધાવ્યો
આ મેચમાં શિખર ધવનને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. આની સાથે તે IPLના પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો છે. ભુવીએ અત્યારસુધી IPLની પહેલી 6 ઓવરમાં 54 વિકેટ લીધી છે. તેણે આની સાથે જ સંદીપ શર્મા (53)નો રેકોર્ડ તોડ્યો છે.
કેપ્ટન ધવલનો ફ્લોપ શો
ટોસ હાર્યા પછી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં જ કેપ્ટન શિખર ધવન પેવેલિયન ભેગો થઈ ગયો હતો. મયંકના ઈજાગ્રસ્ત થતા તેને આ સિઝનમાં પહેલીવાર કેપ્ટનશિપ કરવાની તક મળી હતી. જેનો ફાયદો ધવન ઉઠાવી ન શક્યો અને 11 બોલમાં 8 રન કરી આઉટ થઈ ગયો હતો. ધવનની વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી.
મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત
મયંક અગ્રવાલ ઈન્જરીના કારણે આ મેચમાં નથી રમી રહ્યો, તેની જગ્યાએ શિખર ધવન પંજાબની કેપ્ટનશિપ કરી રહ્યો છે. ટોસ સમયે ધવને કહ્યું- મયંકને શનિવારે ટ્રેનિંગ દરમિયાન ઈજા પહોંચી હતી, પરંતુ તે આગામી મેચ સુધીમાં ફિટ થઈ જશે. પ્લેઈંગ ઈલેવનમાં પ્રભસિમરન સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બંને ટીમની પ્લેઇંગ-XI
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.