IPLમાં ગજબ સંયોગ:કોહલી સાથે કંઈક અનોખું થયું, કેપ્ટન તરીકે પ્રથમ અને છેલ્લી મેચમાં બનાવ્યા સમાન રન

દુબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2011માં પ્રથમ વખત કેપ્ટન બન્યો હતો કોહલી
  • પ્રથમ મેચમાં કોહલીએ 39 રન બનાવ્યા હતા

IPL 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)સામે હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન તરીકે આરસીબીના વિરાટ કોહલીની આ છેલ્લી મેચ હતી. આ પછી, આગામી સીઝનથી, તે માત્ર એક ખેલાડી તરીકે રમશે. જો કે, કે કોહલીની કેપ્ટનશીપ સંભાળવાથી લઈને તેને છોડવા સુધી એક ગજબનો સંયોગ સામે આવ્યો છે.

2008 થી IPLમાં રમે છે કોહલી
કોહલી 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે. તે પહેલી સીઝનથી આરસીબી ટીમમાં છે. આગામી બે સીઝન સુધી સતત તેને ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન કરવામાં આવી રહ્યો. જો કે, ત્રણ વર્ષ બાદ એટલે કે 2011 માં તેને પ્રથમ વખત આરસીબી ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી. તે નિયમિત કેપ્ટન ન બન્યો, પરંતુ ડેનિયલ વેટોરીને આરામ આપવાનું નક્કી કર્યું અને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

2011માં પ્રથમ વખત કેપ્ટન બન્યો કોહલી
કેપ્ટન તરીકે કોહલીની પ્રથમ મેચ IPL 2011ની 55મી મેચ હતી. આ મેચ આરસીબી અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ પર 146 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 17 ઓવરમાં એક વિકેટ પર 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પ્રથમ મેચમાં કોહલીએ 39 રન બનાવ્યા હતા
આ મેચમાં આરસીબીના ક્રિસ ગેલે 44 બોલમા અણનમ 77 રન બનાવ્યા હતા. જ્યારે, તિલકરત્ને દિલશાને 38 રનની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ કોહલી બેટિંગ કરવા આવતા 34 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો અને બેંગલોરે આ મેચ નવ વિકેટે જીતી હતી.

કોલકાતા સામેની મેચમાં પણ 39 રન બનાવ્યા
સોમવારે કોલકાતા સામે કેપ્ટન તરીકેની છેલ્લી મેચમાં પણ કોહલીએ 33 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. આ સંયોગ જ કહેવામા આવે છે કે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ અને છેલ્લી મેચમાં કોહલીએ સમાન રન બનાવ્યા છે. આ બાબત અંગે ફેન્સથી લઈને સૌ કોઈ હેરાન છે.

વધુ એક સંયોગ સામે આવ્યો​​​​​​​
આ ઉપરાંત વધુ એક સંયોગ સામે આવ્યો છે. કોહલીની કોલકાતા સામે કેપ્ટન તરીકેની પ્રથમ મેચ પણ આ જ સિઝનમાં થઈ હતી. IPL 2011ની 58મી મેચમાં બેંગલોરનો મુકાબલો કેકેઆર સામે થયો હતો. આ મેચમાં કોહલીની કેપ્ટનશિપમાં બેંગલોરને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે કેપ્ટન તરીકે કોહલીએ છેલ્લી મેચમાં પણ કોલકાતાએ ચાર વિકેટે બેંગલોરને હરાવી.

2013માં કોહલી રેગ્યુલર કેપ્ટન બન્યો હતો
જો કે, 2011માં ત્યાર બાદ વિટોરી કેપ્ટન તરીકે ટીમમાં પરત ફર્યો હતો. તે 2012માં પણ ટીમનો કેપ્ટન રહ્યો હતો. 2013માં વિટોરીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતુ. ત્યારે કોહલીને રેગ્યુલર કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કોહલીનું કેપ્ટન પદેથી હટવાથી ફ્રેંચાઇઝીએ હવે નવો કેપ્ટન શોધવો પડશે.

આવતા વર્ષે મેગા હરાજી યોજાશે​​​​​​​
આગામી વર્ષે મેગા હરાજી થવાની છે. એવામાં ફ્રેંચાઇઝી કોઈ એવા ખેલાડીને ટીમમાં સામેલ કરવા માંગશે, જે આરસીબીને પ્રથમ વખત ચેમ્પિયન બનાવી શકે. તે તો આગામી સમય જ બતાવશે. જ્યારે, કોલકાતાની ટીમ ક્વોલિફાયર-2 ના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ બંનેમાંથી જે જીતશે, તેનો 15 ઓકટોબરે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુકાબલો થશે.

અન્ય સમાચારો પણ છે...