તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવીન્દ્રએ રંગ જમાવ્યો:ચિત્તાની ચાલ, બાજની નજર અને જાડેજાની ફિલ્ડિંગ પર શંકા ન કરાય, સોશિયલ મીડિયા થયું જડ્ડુની ફિલ્ડિંગ પર આફરીન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CSKના ફાસ્ટ બોલર દીપક ચહરે કહ્યું, હું ઇચ્છુ છું કે ફિલ્ડ પર એકસાથે 11 જડ્ડુ હોય, તે વર્લ્ડના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાંનો એક છે

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે IPL 2021ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટે સરળતાથી માત આપી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતાં માહી સેનાએ લોકેશ રાહુલની ટીમને 106 રનમાં રોકી હતી. જવાબમાં 26 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વનસાઇડેડ મેચમાં ફાસ્ટર દીપક ચહર 4 ઓવરમાં 1 મેડન સહિત 13 રન આપીને 4 વિકેટ ઝડપતાં ઘણા સમય પછી લાઇમલાઈટમાં આવ્યો હતો. જોકે મેદાન પર છવાઈ ગયો હતો, સૌરાષ્ટ્રનો સાવજ રવીન્દ્ર જાડેજા.

બાપુની બાપ ફિલ્ડિંગ
જડ્ડુએ મેચમાં એક શાનદાર રનઆઉટ અને એક અદભુત કેચ કર્યો હતો. ફિલ્ડ પર પોતાનો ક્લાસ બતાવતાં તેણે પંજાબના બંને મુખ્ય બેટ્સમેન લોકેશ રાહુલ અને ક્રિસ ગેલને પેવેલિયન ભેગા કર્યા હતા. મેચમાં સૌથી વધુ ચર્ચા તેના રોકેટ થ્રો અને ડાઇવિંગ કેચની જ થઈ હતી.

ડાયરેક્ટ થ્રો મારીને પંજાબના કેપ્ટનને આઉટ કર્યો
પંજાબની ઇનિંગ્સની ત્રીજી ઓવરના પાંચમા બોલે ક્રિસ ગેલે બેકવર્ડ પોઇન્ટ આગળ બોલ માર્યો અને સિંગલ લેવાના પ્રયાસમાં રાહુલે પોતાની વિકેટ ગુમાવી. રાહુલ ક્રિઝમાં પહોંચે એ પહેલાં જડ્ડુએ ડાયરેક્ટ થ્રો મારીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. જાડેજાની પાસે ટાર્ગેટ કરવા માટે એક જ સ્ટમ્પ હતું અને તેણે સરળતાથી એક જ મોશનમાં બોલને પીક કરીને બુલ્સ આય માફક નિશાન સાધ્યું હતું. પરિણામે, પંજાબનો કપ્તાન લોકેશ રાહુલ સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો.

ગેલનો શાનદાર કેચ કર્યો
પંજાબની ઇનિંગ્સની ચોથી ઓવરના બીજા બોલે દીપક ચહરની બોલિંગમાં ચેન્જ ઓફ પેસ પર ક્રિસ ગેલનો કંટ્રોલ રહ્યો નહોતો. તેણે બેકવર્ડ પોઇન્ટની જમણી બાજુ બોલને સ્લાઈસ કર્યો હતો. જડ્ડુએ પોતાની રોન્ગ સાઈડ એટલે કે જમણી બાજુ ડાઇવ લગાવીને શાનદાર રીતે કેચ કમ્પ્લિટ કર્યો હતો. આ કેચ થકી યુનિવર્સ બોસને 10 રનમાં જ ડગઆઉટમાં પરત ફરવું પડ્યું હતું.

મારે ફિલ્ડ પર 11 જડ્ડુ જોઈએ છે: ચહર
4 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બનનાર દીપક ચહરે કહ્યું હતું કે જાડેજા વર્લ્ડના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાંનો એક છે. તેણે મારી બોલિંગમાં બહુ બધા કેચ પકડ્યા છે. હું ઇચ્છુ છું કે ફિલ્ડ પર એકસાથે 11 જડ્ડુ હોય છે.

સોશિયલ મીડિયા થયું આફરીન

અન્ય સમાચારો પણ છે...