ખરાબ અમ્પાયરિંગ સામે સંજુ સેમસનનો રોષ:શ્રેયસ અય્યર આઉટ હતો, નોટ-આઉટ આપ્યો; વાઇડ બોલ પર થયો મોટો વિવાદ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 47મી મેચ સોમવારે રાજસ્થાન અને કોલકાતાની વચ્ચે રમાઈ હતી. KKRની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં શ્રેયસ અય્યર ટ્રેન્ટ બોલ્ટના લેગ સ્ટમ્પની બહાર જતા બોલને મારવા માગતો હતો. જોકે બોલ બાઉન્ડરીની બહાર ન જઈ શક્યો અને તે આઉટ થયો. બોલ સંજુ સેમસનના ગ્લોવ્ઝમાં ગયો અને તેણે જોરદાર આપીલ કરી.

અમ્પાયરે તેને આઉટ ન આપ્યો અને બોલને વાઈટ આપ્યો. સંજુએ તાત્કાલિક DRS લઈ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળે છે કે અમ્પાયરની ભૂલ થઈ હતી. બોલ અય્યરના ગ્લોવ્ઝને ટચ કરી ગયો હતો અને તે ક્લિયર આઉટ હતો. અમ્પાયરે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો. શ્રેયસ 32 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. સંજુ સેમસનના આ નિર્ણયની પ્રશંસા કોમેન્ટરી કરી રહેલા મોહમ્મદ કૈફ અને સુરેશ રૈનાએ પણ કરી હતી.

19માં ઓવરમાં ડ્રામા થયો
કેકેઆરની ઈનિંગની 19મી ઓવરમાં પણ વાઈડ બોલને લઈને ડ્રામા થયો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના છેલ્લા બોલમાં રિંકુ સિંહ ઓફ સ્ટમ્પ અને લેગ સ્ટમ્પ શફલ કરી રહ્યો હતો. જવાબમાં કૃષ્ણાએ પણ રિંકુને ફોલો કર્યો. અમ્પાયરે તેને વાઈડ બોલ આપ્યો. એને પગલે સેમસન ભડક્યો હતો.

પછી 19મી ઓવરના ચોથા બોલ પર સંજુ સેમસને ગુસ્સામાં આવીને ખોટો નિર્ણય લીધો હતો. એમ્પાયરે વાઈડ આપવાને કારણે હેરાન થઈને સંજુએ રિવ્યુ લેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે બોલ રિંકુના બેટથી ઘણો દૂર હતો અને DRS લેવાનો કોઈ અર્થ નહોતો.

રાણા અને રિંકુએ જુતાડી મેચ
મેચમાં રાજસ્થાને KKRને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમે અંતિમ ઓવરના પ્રથમ બોલમાં 3 વિકેટ પ્રાપ્ત કરીને મેળવ્યો હતો. કેકેઆરની જીતના હીરો નીતીશ રાણા અને રિંકુ સિંહ રહ્યા હતા. બંને ખેલાડીએ ચોથી વિકેટ માટે 38 બોલમાં 66 રન બનાવીને ટીમની જીતને પાક્કી કરી હતી.

રાણાએ 37 બોલમાં અણનમ રહીને 48 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે 3 ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા, જ્યારે રિંકુએ 23 બોલમાં અણનમ રહીને 42 રન કર્યા હતા. રિંકુએ આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. રિંકુ સિંહને તેની બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો અવૉર્ડ પણ મળ્યો હતો.

કોલકાતા પોઈન્ટ્સ ટેબલમાં 7મા નંબરે પહોંચી
કોલકાતાની સતત 5મી હાર પછી આ પ્રથમ જીત છે. ટીમે અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં 10મી મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. 6 મેના રોજ કેકેઆરે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપવાળી ટીમ 8 અંકની સાથે પોઈન્ટ્સ ટેબલમાં સાતમાં ક્રમે આવી ગઈ છે. બીજી તરફ RRની 10 મેચમાં આ ચોથી હાર છે. ટીમે 6 મેચ જીતી છે.

અન્ય સમાચારો પણ છે...