રસેલના છગ્ગાથી વધારે સુહાનાની ચર્ચા:KKRને ચિયર કરવા અનન્યા અને આર્યન સાથે શાહરુખની દીકરી પણ આવી, મેચ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંજાબ- 137 ઓલ આઉટ (18.2 ઓવર), કોલકાતા- 141/4 (14.3 ઓવર)

શુક્રવારે IPL 2022માં આઠમી મેચ કોલકાતા અને પંજાબ વચ્ચે રમાઈ હતી. KKR શાનદાર પ્રદર્શન કરતાં આ મેચને 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં બોલિવૂડ સ્ટાર અને કોલકાતા ટીમના માલિક શાહરુખ ખાનની દીકરી સુહાના અને તેનો પુત્ર આર્યન ખાન ટીમનો ઉત્સાહ વધારતાં નજરે પડ્યાં હતાં. ખાસ કરીને સુહાના બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ દરમિયાન સુહાનાની મિત્ર અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ હાજર રહી હતી. મેચમાં કોલકાતાના બે ખેલાડી ઉમેશ યાદવ અને આન્દ્રે રસેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રસેલે 31 બોલમાં 70 રન બનાવ્યા હતા, જેમાં તેણે 8 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 225.80 હતો.

કોલકાતા અને પંજાબ સામેની મેચમાં સુહાના પોતાના મિત્રો સાથે પહોંચી હતી. મેચ દરમિયાન તેની ભારે ચર્ચા થઈ હતી.
કોલકાતા અને પંજાબ સામેની મેચમાં સુહાના પોતાના મિત્રો સાથે પહોંચી હતી. મેચ દરમિયાન તેની ભારે ચર્ચા થઈ હતી.

રસેલ જેવો છગ્ગો ફટકારતો કે સુહાના, આર્યન અને અનન્યા ખુશીના માર્યા ઝૂમી ઊઠતાં હતાં. આવી રીતે ઉમેશ યાદવ વિકેટ લેતો તોપણ આ લોકોની ખુશી સમાતી નહોતી. આ પહેલાં પણ સુહાના અને આર્યન કોલકાતાની ટીમ તરફથી મેગા ઓક્શનમાં હાજરી આપી ચૂક્યાં છે.

સુહાના પોતાના ભાઈ આર્યન સાથે સેલ્ફી લઈ રહી છે.
સુહાના પોતાના ભાઈ આર્યન સાથે સેલ્ફી લઈ રહી છે.

IPL 2022માં અત્યારસુધી કિંગ ખાન નજરે પડ્યા નથી
બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન અત્યારસુધી કોલકાતાની ટીમને સપોર્ટ કરતો નજરે પડ્યો નથી. તે દરેક સીઝનમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારતો નજરે પડ્યો છે. જાણવા મળ્યું છે કે તે પોતાની આગામી ફિલ્મ 'પઠાણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

IPL ઓક્શન 2022 દરમિયાન પણ ભાઈ-બહેન નજરે પડ્યાં હતાં.
IPL ઓક્શન 2022 દરમિયાન પણ ભાઈ-બહેન નજરે પડ્યાં હતાં.

આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગી ચૂક્યો છે
થોડા દિવસો પહેલાં ખાન પરિવાર મોટા વિવાદમાં સપડાયો હતો. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન પર આરોપ લાગ્યો હતો કે તે ડ્રગ્સનું સેવન કરે છે અને વિદેશી ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં છે. NCBએ આર્યનની ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પર કોર્ડેલિયા ક્રૂઝ જહાજ પરથી ધરપકડ કરી હતી. બાદમાં આર્યન ખાન સામે કોઈ પુરાવા મળ્યા નહોતા.

શાહરુખ ખાન અને સુહાનાની આ તસવીર IPL 2018ની છે. આ સીઝનમાં હજુ શાહરુખ ખાન નજરે પડ્યો નથી.
શાહરુખ ખાન અને સુહાનાની આ તસવીર IPL 2018ની છે. આ સીઝનમાં હજુ શાહરુખ ખાન નજરે પડ્યો નથી.
અન્ય સમાચારો પણ છે...