રાહુલ ત્રિપાઠીના કેચનો VIDEO:સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયરે ચિત્તાની જેમ બોલને પકડ્યો, બધા જોતા જ રહી ગયા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓપનિંગ બેટિંગના દમ પર ગુજરાતને સતત 2 મેચ જિતાડનાર શુભમન ગિલ સનરાઈઝર્સ હૈદરાબાદની સામે કઈ ખાસ કરી શક્યો નહિ. સનરાઈઝર્સ હૈદરાબાદના રાહુલ ત્રિપાઠીએ કવર પર શુભમનનો શાનદાન કેચ પકડ્યો છે. આ કેચને આ સીઝનનો સૌથી સારો કેચ કહેવામાં આવે છે. શુભમન 9 બોલ રમીને માત્ર 7 રન બનાવી શક્યો.

હૈદરાબાદની ઈનિંગની ત્રીજી ઓવર ભુવનેશ્વર કુમાર નાખી રહ્યો હતો. ઓવરના બીજા બોલ પર શુભમન ગિલે બોલને કવર દિશામાં રમીને ચોગ્ગો મારવાની કોશિશ કરી. ત્યારે જ રાહુલે ડાબી તરફ છલાંગ લગાવીને જબરદસ્ત રીતે કેચ પકડી લીધો હતો.

રાહુલની ફિટનેસના દિવાના ભજ્જી
થોડા દિવસો પહેલાં હરભજન સિંહે કહ્યું હતું કે રાહુલ ત્રિપાઠી જિમમાં દરેક એક્સર્સાિઝ કરી શકે છે અને ફિટનેસ માટે તેનામાં ખૂબ જ ઝનૂન છે. ભજ્જી તો તેને વિરાટથી વધુ ફિટ માને છે. ગુજરાતની સામે રાહુલે પોતાની ફિટનેસનો નમૂનો બતાવ્યો. તેણે ખૂબ જ ઓછો રિએક્શન ટાઈમ હોવા છતાં શુભમનનો કેચ પકડ્યો.

ગિલ ઓવકોન્ફિડેન્સમાં આઉટ થયો
શુભમન ગિલ આ મેચ પહેલાં 3 મેચમાં 60ની સરેરાશથી 180 રન બનાવી ચૂક્યો હતો. ઓરેન્જ કેપની દોડમાં ગિલથી આગળ માત્ર જોસ બટલર હતો. હૈદરાબાદ સામેની મેચમાં જો ગિલ 49 રન બનાવી લેત તો ઓરેન્જ કેપ તેની થઈ ગઈ હોત. તેને તક પણ મળી છે. પ્રથમ ઓવરમાં ભુવનેશ્વરની લાઈન-લેંથ બગડેલી હતી. તેણે વાઈટ બોલ પણ ફેંક્યા હતા.
પ્રથમ ઓવરમાં 17 રન આવ્યા અને એના પગલે શુભમન પર બેટિંગ કરવાનું કોઈ દબાણ રહ્યું નહોતું.

ભુવનેશ્વરે બીજી ઓવરમાં લાઈન-લેંથને વળગી રહીને સારી બેટિંગ કરી હતી. તેણે શુભમનને હવાઈ શોટ રમવા માટે મજબૂર કર્યો હતો. રાહુલે હવામાં છલાંગ લગાવીને શુભમનને પેવેલિયન ભેગો કર્યો હતો.

મેચમાં શું થયું?
IPL 2022ની 21મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવી દીધી. SRHની સામે 163 રનનો ટાર્ગેટ હતો, જે ટીમે 2 વિકેટના નુકસાન પર પ્રાપ્ત કરી લીધો. કેપ્ટન કેન વિલિયમ્સન(57) ટોપ સ્કોરર રહ્યો.

SRHની ટૂર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે. ટીમે અત્યારસુધી 4 મેચ રમી છે, જેમાંથી 2 જીતી અને 2 હારી છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સની સતત ત્રીજી જીત પછી આ પ્રથમ હાર છે.

અન્ય સમાચારો પણ છે...