કોણ બનશે ? IPL ચેમ્પિયન:સેહવાગે કહ્યું- ગુજરાત દાવેદાર, વિટ્ટોરી-પાર્થિવે રોયલ્સને ચેમ્પ્યિન ગણાવ્યું , રૈનાએ કહ્યું આરસીબી ઈતિહાસ રચશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે IPL ફાઈનલ, વિજેતાને લઈને દિગ્ગજોનું જુદું જુદું આકલન

આઈપીએલ 2022ની ફાઈનલ આ રવિવારે 29 મેના રોજ રમાશે. મંગળવારથી પ્લે ઑફ મેચો શરૂ થઈ ગઈ છે. તેમાં જીતનારી ટીમ ફાઈનલમાં જશે. આ પહેલા દિગ્ગજ ક્રિકેટરોએ આઈપીએલ લીગ મેચોમાં દેખાવના આધારે વિજેતા ટીમ મુદ્દે વિવિધ તર્ક રજૂ ક્યા છે. વીરેન્દ્ર સેહવાગે ગુજરાત ટાઈટન્સ અને સુરેશ રૈનાએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના જીતવાની ભવિષ્યવાણી કરી છે. પાર્થિવ પટેલ અને ડેનિયલ વેટ્ટોરીએ રાજસ્થાન રોયલ્સની જીતની શક્યતા વ્યક્ત કરી છે.

પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ, ગુજરાત ટાઈટન્સ જીતશે
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મને ઘણો પ્રભાવિત કર્યો છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તે કેપ્ટનશિપમાં આક્રમક રહેશે, પરંતુ નિર્ણયો સ્થિરતાથી લેશે. કેપ્ટન તરીકે બૉલિંગ ચેન્જ અને ફિલ્ડિંગ પસંદ કરવી પડકારજનક છે, જે હાર્દિક બખૂબી કરી શકે છે.

પૂર્વ કેપ્ટન ડેનિયન વેટ્ટોરી, રાજસ્થાન રોયલ્સ મજબૂત
રોયલ્સ પાસે 3 બૉલર છે. અશ્વિન અને ચહલની સ્પિન જોડી સારી છે. બંને મિડલ ઓવરમાં સારી બોલિંગ કરે છે. પેસર ટ્રેન્ટ બોલ્ટ પણ ફોર્મમાં છે. ગુજરાત ટાઈટન્સના બોલરોમાં દમ નથી. એટલે રોયલ્સનું પલડું ભારે છે. 14 મેચમાં 26 વિકેટ લઈને ચહલ પર્પલ કેપ હોલ્ડર છે.

પૂર્વ કીપર પાર્થિવ પટેલ, રાજસ્થાન રોયલ્સ હાવી
રાજસ્થાન રોયલ્સે 14માંથી 9 મેચ જીતી છે. તેણે 18 અંકસાથે બીજા ક્રમે રહીને પણ પ્લેઑફ માટે ક્વૉલિફાય કર્યું હતું. કેપ્ટન સંજુ સેમ્સને 147.24 સ્ટ્રાઈક રેટ સાથે 374 રન કર્યા છે. તેની લીડરશિપ યોગ્ય સાબિત થઈ છે. રોયલ્સની જીતનો સિલસિલો જાળવીને ખિતાબ જીતશે.

પૂર્વ બેટર સુરેશ રૈના, બેંગલુરુ બાદશાહ બનશે
આ વખતે આરસીબી ચેમ્પિયન બનશે. આજ સુધી તે આ ખિતાબ નથી જીતી. એટલે તેની પાસે ઈતિહાસ રચવાની તક છે. તેનું મુખ્ય કારણ વિરાટ કોહલી છે. આરસીબીએ વિરાટ માટે ખિતાબ જીતવો પડશે. આરસીબી પ્લેઑફમાં આવી ચૂકી છે. હવે તેણે એલિમિનેટર, પછી ક્વૉલિફાયર અને ફાઈનલ જીતવી પડશે.

અન્ય સમાચારો પણ છે...