• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Sara Arrived At The Stadium To Watch The Match With Mother Anjali Tendulkar, Arjun Did Not Get A Place In Playing 11

સારાનો પ્લાન ફ્લોપ!:માતા અંજલિ તેંડુલકર સાથે સારા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી, અર્જુનને પ્લેઇંગ-11માં સ્થાન ન મળ્યું

એક મહિનો પહેલા

IPL 2022માં શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉની મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમના ખરાબ પ્રદર્શનને જોતા અર્જુન તેંડુલકરને પ્લેઇંગ-11માં તક મળી શકે એવી અફવા સામે આવી હતી. તેવામાં સારા તેંડુલકર પણ પોતાની માતા સાથે મેચ જોવા આવી હોવાથી આ અટકળો સાચ્ચી સાબિત થઈ શકે એવું જણાતું હતું. જોકે પ્લેઇંગ-11 જાહેર થતા અર્જુન તેંડુલકરને ટીમમાં સ્થાન મળ્યું નહોતું. તો ચલો આપણે સમગ્ર ઘટના પર નજર ફેરવીએ...

ભાઈને ચિયર કરવા સારા સ્ટેડિયમ પહોંચી હોવાની અટકળો
મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટોર સચિન તેંડુલકરના પત્ની અંજલિ અને દીકરી સારા તેંડુલકર પણ શનિવારે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટેડિયમમાં જતા સમયનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે મુંબઈની જર્સી પહેરીને જોવા મળી હતી. સારા તેંડુલકરે પોતાની કારમાં માતા અંજલિ સાથે આ વીડિયો શૂટ કર્યો હતો. જોકે અનુમાન લગાવાઈ રહ્યું હતું કે આજની મેચમાં અર્જુન તેંડુલકરને તક મળી શકે છે પરંતુ એવુ થયુ નથી. તેનો ભાઈ અર્જુન પિતા સચિન સાથે ડગઆઉટમાં બેઠેલો જોવા મળ્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11
LSGએ પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો છે અને કૃષ્ણપ્પા ગૌથમની જગ્યાએ મનીષ પાંડેને તક આપી છે. તે જ સમયે, MIએ બેસિલ થમ્પીની જગ્યાએ ફેબિયન એલનને તક આપી છે.

  • MI: રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઇમલ મિલ્સ.
  • LSG: કેએલ રાહુલ, ક્વિન્ટન ડીકોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, આયુશ બદોની, જેસન હોલ્ડર, કુણાલ પંડ્યા, દુષ્મંથા ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ

MIએ માર્યો હારનો છગ્ગો
IPL 2022ની 26મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 18 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. મુંબઈ સામે 200 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 181/9નો સ્કોર જ નોંધાવી શકી હતી અને મેચ હારી ગઈ છે. લખનઉની જીતમાં આવેશ ખાને 3 વિકેટ લઈ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આની સાથે જ તમને જણાવી દઈએ કે રોહિતની ટીમ આ સિઝનની સતત છઠ્ઠી મેચ હારી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...