IPLની 15મી સીઝનમાં શનિવારે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 28 ઈનિંગ્સ અને 3 સીઝન બાદ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ પહેલા ધોનીએ 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે IPLમાં તેની છેલ્લી અડધી સદી ફટકારી હતી. ત્યારે ધોનીએ 48 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. ગઈકાલે તે કોલકાતા સામે 38 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ધોનીની આ ઈનિંગ બાદ તેની ક્લબના કોચ રહેલા ચંચલ ભટ્ટાચાર્યએ ભાસ્કરને જણાવ્યું કે માહીની આ ઈનિંગ તેની મહેનતનું પરિણામ છે. તેણે ઑફ-સિઝનમાં યુવા બોલરો સાથે ખૂબ પ્રેકટિસ કરી હતી. તે રાંચીના સ્ટેડિયમમાં જઈને અંડર-19 અને ઝારખંડ રણજી ટીમના યુવા બોલરો સાથે બેટિંગની પ્રેક્ટિસ કરતો હતો. તેણે ચેન્નઈની ટીમમાં નેટ બોલર તરીકે કેટલાક યુવા બોલરોનો પણ સમાવેશ કર્યો છે.
ફિટનેસ પર પણ કામ કર્યું છે
ધોનીના કોચે વધુમાં કહ્યું કે CSKના પૂર્વ કેપ્ટને જિમ અને ગ્રાઉન્ડ પર ફિટનેસ પર ઘણું કામ કર્યું છે . મેચમાં તેની ફિટનેસ પણ અદભૂત હતી. ક્યાંયથી એવું લાગતું ન હતું કે તે 40 વર્ષનો થયો છે. તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ યુવા ખેલાડીઓ જેવી હતી. હું માનું છું કે તે IPLમાં વધુ એક વર્ષ રમી શકે છે પરંતુ ધોની હંમેશા ચોંકાવનારા નિર્ણયો લે છે. આવી સ્થિતિમાં આગામી સિઝન વિશે દાવા સાથે કંઈ કહી શકાય નહીં.
આગળની ઈનિંગ્સમાં હજી સારી ઈનિંગ્સ રમશે
ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યું- ધોનીએ ઑફ-સિઝન દરમિયાન રાંચીમાં યુવા ખેલાડીઓ સાથે જે રીતે પ્રેક્ટિસ કરી છે, હું દાવા સાથે કહી શકું છું કે તે IPLની આગામી મેચોમાં વધુ શાનદાર રમત બતાવશે. અને ઘણા વધુ રેકોર્ડ તેના નામે નોંધાવશે.
ટીમના યુવા પ્લેયર્સ માટે પ્રેરણા
ચંચલે કહ્યું કે બેશક ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે, પરંતુ તેની ઇનિંગ્સ ટીમના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાથી ઓછી નહોતી. તેણે બતાવ્યું છે કે તે યુવા ખેલાડીઓના માર્ગદર્શકની ભૂમિકા ભજવવા તૈયાર છે.
હજૂ પણ સારો ફિનિશર
કોચે ધોનીના વખાણ કરતા કહ્યું કે ત્રણ વર્ષ બાદ ધોનીએ ફરી એકવાર 38 બોલમાં 50 રનની ઇનિંગ રમી અને કહ્યું કે હજુ પણ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે. તે એક સારો ફિનિશર પણ છે. મને આશા છે કે આ સિઝનમાં તેની શાનદાર રમતના કારણે તે ટીમને જીત અપાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.