IPLમાં નિવૃત્તિ બાબતે ધોનીનું મોટું નિવેદન:કહ્યું- આશા છે કે ચેન્નઈમાં ફેરવેલ મેચ રમીશ અને ફેન્સને મળવાની તક મળે; ચેન્નઈના ફેન્સમાં ભારે ઉત્સાહ

11 દિવસ પહેલા
એમ. એસ. ધોની- ફાઈલ ફોટો

ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ફરી ઓછામાં ઓછી એક સિઝનમાં પોતાની પ્રિય પીળી જર્સી પહેરશે અને CSKના ફેન્સ નિશ્ચિત રુપે પોતાના પ્રિય મેદાનમાં ધોનીને ફેરવેલ મેચ રમતો જોઈ શકશે. ધોનીના નિવૃત્તિ અંગે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ધોનીએ મંગળવારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તે આગામી સિઝનમાં રમતો નજરે આવશે, કેમકે IPLની આગામી નિલામીમાં ટીમમાં મોટા ફેરફારો થવાના છે.

ફોટો- સોશિયલ મીડિયા
ફોટો- સોશિયલ મીડિયા

આશા છે કે છેલ્લી મેચ ચેન્નઈમાં રમીશ
ધોનીએ ફેન્સ સાથે વાતચીત કરવાની ઈવેન્ટમાં કહ્યું કે જ્યાં સુધી નિવૃત્તિની વાત છે તો તમે મને CSK તરફથી રમતો જોઈ શકશો અને તે મારી છેલ્લી મેચ પણ હોઈ શકે છે. તમને મને વિદાય આપવાનો અવસર મળશે. આશા છે કે અમે ચેન્નઈમાં રમીશું અને ત્યાં ફેન્સને મળી શકાશે. સૂત્રો પ્રમાણે CSK આવનારી નીલામીમાં ત્રણ ખેલાડીઓ કેપ્ટન ધોની, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રુતુરાજ ગાયકવાડને ટીમમાં રીટેન કરી શકે છે.

બોલિવુડમાં જવાનું કોઈ મન નથી
ધોનીએ કહ્યું કે સંન્યાસ બાદ બોલિવુડમાં જવાનું કોઈ મન બનાવી નથી રહ્યો. એક ફેનના સવાલના જવાબમાં ધોનીએ કહ્યું કે તેમે જાણો જ છો કે બોલિવુડ વાસ્તવમાં સરળ નથી. જ્યાં સુધી જાહેરાતો કરવાની વાત છે તો તે કરવામાં હું ખુશ છું. ફિલ્મોની વાત આવે છે તો મને લાગે છે કે તે એક અઘરી બાબત છે અને એક્ટિંગ કરવી મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...