• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Said After The Captaincy Comeback Will Be Seen In The Yellow Jersey Only, With This One More Riddle Put The Fans Thinking; Know Everything

ધોનીએ કરિયર અંગે ઘટસ્ફોટ કર્યો:કેપ્ટનશિપ કમબેક પછી કહ્યું- પીળી જર્સીમાં જ જોવા મળીશ, આની સાથે વધુ એક કોયડો મૂકી ફેન્સને વિચારતા કર્યા; જાણો બધું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 46મી મેચ હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે રમાઈ હતી. જોકે આ મેચ CSKના ફેન્સ તથા ટીમ માટે ખાસ રહી હતી કારણ કે મહેન્દ્ર સિંહ ધોની ફરીથી પીળી જર્સીમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તમને જણાવી દઈએ કે શનિવારે 30 એપ્રિલે સર જાડેજાએ કેપ્ટનશિપ ધોનીને પરત સોંપી દીધી હતી. જેથી આ મેચમાં ટોસ દરમિયાન ધોનીને તેની આગામી સફર વિશે પૂછવામાં આવ્યું હતું. જેનો કેપ્ટન કૂલે પોતાના અંદાજમાં રસપ્રદ જવાબ આપ્યો હતો.

ટોસ દરમિયાન ધોનીનો ઘટસ્ફોટ
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પરંતુ સૌથી વધારે ચર્ચા તો ધોની અને તેની આગામી ક્રિકેટ સફર અંગે રહી હતી. ધોનીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તે ક્યાં સુધી પીળી જર્સી (CSK) પહેરતા રહેશે. તેવામાં જવાબ આપતા ધોનીએ કહ્યું કે અલબત્ત, તમે મને ફક્ત પીળી જર્સીમાં જ જોશો, પરંતુ તે આ હશે કે અન્ય કોઈ તેના વિશે હું જાણતો નથી.

અનુમાન 1- ધોની હજુ કેપ્ટન તરીકે રમશે
મહેન્દ્ર સિંહ ધોનીએ આપેલા જવાબ પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે માહી હજુ ચેન્નઈમાં રહેશે. ટોસ દરમિયાન તેણે કહ્યું કે હું IPLમાં માત્ર પીળી જર્સીમાં જ જોવા મળીશ. પરંતુ કયો રોલ હશે એ નક્કી નહીં. તમને જણાવી દઈએ કે અગાઉ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોનીને પોતાની છેલ્લી મેચ ચેન્નઈના ગ્રાઉન્ડમાં રમવી હતી. તેવામાં આ સિઝન તો હજુ મુંબઈ, પુણે અને પ્લેઓફ કોલકાતા તથા અમદાવાદમાં રમાશે. તો ધોનીનું ચેન્નઈમાં રમવાનું સપનું અધુરુ રહેશે. તેવામાં પ્રાથમિક અનુમાન પ્રમાણે તે હજુ લાંબી ઈનિંગ રમી શકે છે.

અનુમાન 2- કોચિંગ સ્ટાફ તથા મેન્ટોર તરીકે જોવા મળી શકે છે
મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી એક કોયડો ફેન્સ સામે રાખ્યો છે. જેમાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની પીળી જર્સીમાં તો જોવા મળશે પરંતુ કોચિંગ સ્ટાફ અથવા મેન્ટોર તરીકે ચેન્નઈ સાથે જોડાઈ શકે છે. જોકે હજુ સુધી ધોનીએ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત પણ નથી કરી તો એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે આગામી સિઝનમાં પણ કેપ્ટન તરીકે મેચ રમે.

ફ્રેન્ચાઈઝીએ જાડેજાની કેપ્ટનશિપ છોડવાનું કારણ જણાવ્યું
CSKના જણાવ્યા પ્રમાણે રવિન્દ્ર જાડેજાએ પોતાની ગેમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે અને એમએસ ધોનીને CSKનું નેતૃત્વ કરવા વિનંતી કરી છે. જેના જવાબમાં ધોનીએ ટીમના હિતમાં ચેન્નઈનું નેતૃત્વ કરવાની ઓફર સ્વીકારી લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે આગામી મેચ રવિવારે એટલે 1 મેના દિવસે રમવાની છે. ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...