IPL 2022ની 30મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટથી કોલકાતાને હરાવીને રોમાંચક જીત નોંધાવી છે. KKR સામે 218 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 210 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. KKR તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર (85) સૌથી વધુ રન સ્કોરર રહ્યો હતો. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક સાથે કુલ 5 વિકેટ લીધી હતી.
આની પહેલાં ટોસ હાર્યા પછી બેટિંગ કરતા RRએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 217 રન કર્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના જોસ બટલરે સૌથી વધુ 103 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનમાં આ તેની બીજી સદી હતી. જ્યારે KKR તરફથી સુનીલ નરેને 2 વિકેટ લીધી હતી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...
નરેન નિષ્ફળ ગયો
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી અને સુનીલ નરેન પહેલા જ બોલ પર એકપણ રન કર્યા વિના રનઆઉટ થયો હતો. ફિન્ચ સિંગલ લેવા માટે આગળ આવ્યો હતો, પરંતુ નરેન અડધી પિચ પર હતો ત્યારે હેટમાયરે ડાયરેક્ટ થ્રો કરી સુનીલને પેવેલિયન ભેગો કર્યો હતો.
બટલરની તોફાની સદી
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે આ મેચમાં પણ પોતાનો આક્રમક અંદાજ જાળવી રાખ્યો છે. તેણે તેની IPL કારકિર્દીની ત્રીજી અને આ સીઝનની બીજી સદી 59 બોલમાં પૂરી કરી હતી. જોકે, તેણે સદી ફટકાર્યા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોસે 61 બોલમાં 103 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જોકે ત્યારપછી પેટ કમિંસે તેની વિકેટ લીધી હતી.
પાવર પ્લેમાં RRનું શાનદાર પ્રદર્શન
ટોસ હાર્યા પછી બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને સારી શરૂઆત કરી હતી. જોસ બટલર અને દેવદત્ત પડિકલે પહેલી 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 60 રન કર્યા હતા. આ દરમિયાન ટીમનો રન રેટ 10નો હતો. વળી આ 36 બોલમાં બંને ઓપનર્સે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
બટલરની 14મી ફિફ્ટી
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે આ મેચમાં પણ પોતાની આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 29 બોલમાં પોતાની IPL કારકિર્દીની 14મી ફિફ્ટી ફટકારી હતી. IPL 2022માં આ તેની સતત બીજી ફિફ્ટી છે.
RRના ઓપનર્સની શાનદાર શરૂઆત
બટલર અને પડ્ડિકલે 97 રન કરી રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી. આ પાર્ટનરશિપને સુનીલ નરેને પડ્ડિકલને આઉટ કરી તોડી હતી. તે 18 બોલમાં 24 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.
બંને ટીમની પ્લેઇંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.