તોફાની પંત:રિષભે અમ્પાયર અનિલ ચૌધરી સાથે એવી ટીખળ કરી કે તેઓ ડઘાઈ ગયા, મેદાનમાં આમ-તેમ જોતા રહી ગયા; વીડિયો વાઇરલ

12 દિવસ પહેલા

IPLની પહેલી ક્વોલિફાયર મેચ ચેન્નઈ સામે હારી ગયા બાદ રિષભ પંત માટે કોલકાતા સામેની મેચ કરો અથવા મરો સમાન હતી, પરંતુ આ મેચ દરમિયાન પણ તે તોફાન-મસ્તી કરતો જોવા મળ્યો હતો. તે ગ્રાઉન્ડ પર બોલ બોક્સ લઈને ઊભેલા અમ્પાયર અનિલ ચૌધરી સાથે મજાક-મસ્તી કરતો જોવા મળ્યો હતો. જોકે પંતની મસ્તી પહેલા અનિલ સમજી ના શક્યા અને ડઘાઈ ગયા હતા, પરંતુ પાછળથી રિષભે મામલો થાળે પાડી દીધો હતો. પંતની આવી મસ્તીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

અશ્વિન સાથે ઊભા હતા અમ્પાયર
અનિલ ચૌધરી બોલનું બોક્સ લઈને અશ્વિન સાથે ઊભા હતા. ત્યારે અશ્વિન વિવિધ બોલની ગ્રિપને ચકાસી રહ્યો હતો. તેવામાં અમ્પાયર અનિલ ચૌધરીની પાછળથી અમ્પાયર અચાનક આવી જાય છે અને અનિલ ભાઈને જાણે બોલાવી રહ્યો હોય તેમ ટચ કરીને બીજી બાજુ ખસી જાય છે. કેટલાક સમય સુધી તો અમ્પાયર અનિલ ચૌધરી પણ આમ-તેમ જોવા લાગ્યા હતા. તેમને પણ જાણ રહેતી નથી કે ગ્રાઉન્ડમાં તેમને કોણ ટચ કરીને જતું રહ્યું.

પંતે મામલો થાળે પાડ્યો
અમ્પયાર અનિલ ચૌધરીને આવી રીતે અસમંજસમાં જોઈને પંતે તાત્કાલિક મામલો થાળે પાડી દીધો હતો. તેણે બીજી બાજુથી અનિલ ચૌધરીને બોલાવીને જાણે એમ કહ્યું હતું કે તમે આમ-તેમ ફાંફાં ના મારો, મેં તમારી સાથે મજાક કરી છે. જોકે અમ્પયારે પણ પંતની આ પ્રતિક્રિયા સામે નારાજગી વ્યક્ત નહોતી કરી અને હસવા લાગ્યા હતા.

નિર્ણાયક મેચમાં પંત ઓછા સ્કોરમાં પેવેલિયન ભેગો
ઈનિંગની 16મી ઓવરના બીજા બોલ પર દિલ્હીનો કેપ્ટન પંત પેવેલિયન ભેગો. તેણે 15.2 ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલિંગ પર ઈનસાઈડ આઉટ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. જેને પ્રોપર ટાઇમ ના કરી શકતા મિડઓફના ફિલ્ડર રાહુલ ત્રિપાઠી કેચ પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ શોટ મારતા સમયે પંતના એક હાથમાંથી બેટ છૂટી ગયું હતું. તેના વન હેન્ડ શોટના કારણે કેપ્ટન પંત માત્ર 6 રન કરી આઉટ થયો હતો.

રિષભ પંત શોટ મારવા જતાં બેટ હાથમાંથી છૂટી ગયું હતું, જોકે આ બોલ થર્ડમેનના ફિલ્ડર પાસે ગયો હતો. CSKના દીપક ચાહરે ડાઈવ મારી, પરંતુ કેચ છૂટ્યો હતો.
રિષભ પંત શોટ મારવા જતાં બેટ હાથમાંથી છૂટી ગયું હતું, જોકે આ બોલ થર્ડમેનના ફિલ્ડર પાસે ગયો હતો. CSKના દીપક ચાહરે ડાઈવ મારી, પરંતુ કેચ છૂટ્યો હતો.

ચેન્નઈ સામેની મેચમાં પંતના હાથમાંથી બેટ તો દીપકથી કેચ છૂટ્યો
ક્વોલિફાયર-1માં ઈનિંગની 19મી ઓવર કરવા માટે ધોનીએ ડ્વેન બ્રાવોને પસંદ કર્યો હતો. જેનો પહેલો બોલ વાઈડ ગયો હતો. રિષભે ચેન્નઈના બોલર બ્રાવો લયમાં ના હોવાનો ફાયદો ઉઠાવીને ત્યારપછીના બોલ પર (18.1) સિક્સ મારી હતી. જોકે આ શોટ મારવા જતા તેના હાથમાંથી બેટ લગભગ છૂટી ગયું હતું છતા મિસ ટાઇમ થયેલો બોલ પણ બાઉન્ડ્રી લાઈનના બહાર જતો રહ્યો હતો.

ઓવરના બીજા બોલ (18.2) પર પણ રિષભ પંત આક્રમક શોટ મારવા ગયો હતો, પરંતુ તેના હાથમાંથી બેટ હવામાં ફંગોળાઈ ગયું હતું. તેનો આ શોટ પણ મિસ ટાઇમ થયો હતો પરંતુ આ વખતે થર્ડમેનમાં ફિલ્ડિંગ કરી રહેલા દીપક ચાહરે ડાઇવ મારી પરંતુ કેચ કરી શક્યો નહોતો.

દિલ્હીના ખેલાડીઓ ભાવુક થઈ ગયા
દિલ્હીના ખેલાડીઓ ભાવુક થઈ ગયા

રસાકસી બાદ કોલકાતાનો 3 વિકેટથી ભવ્ય વિજય
કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં એક સમયે એક તરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જીતાડી હતી.

અન્ય સમાચારો પણ છે...