IPL 2022ની પહેલી લડાઈ:RRના 20 વર્ષીય બેટર પરાગે છેલ્લી ઓવરમાં 18 રન ફટકાર્યા તો હર્ષલ પટેલ રોષે ભરાઈ ઝઘડવા પહોંચી ગયો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPLમાં મંગળવારે રાજસ્થાન અને બેંગલોર વચ્ચે રમાયેલી મેચમાં હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે બાખડ્યા હતા. હર્ષલ પટેલ રાજસ્થાન રોયલ્સની ઇનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરમાં રિયાન પરાગે 18 રન બનાવ્યા હતા. ઈનિંગના છેલ્લા બોલ પર રિયાન પરાગે મિડ-વિકેટ પર હર્ષલ પટેલના બોલ પર શાનદાર સિક્સર ફટકારી અને ડગઆઉટ તરફ જવા લાગ્યો, ત્યારે હર્ષલ પટેલ દોડીને આવ્યો અને પરાગ પર બૂમો પાડવા લાગ્યો. આ પછી રિયાને પણ વળતો જવાબ આપ્યો. હર્ષલની સાથે મોહમ્મદ સિરાજ પણ પરાગ સામે લડવા આવ્યો હતો.

વિવાદ વધતો જોઈને રાજસ્થાનના ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિકે મામલો શાંત પાડ્યો હતો. હવે એનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. મેચ પૂરી થયા બાદ પણ જ્યારે પરાગ હર્ષલ સાથે હાથ મિલાવવા ગયો ત્યારે તેણે તેની અવગણના કરી. અત્યારસુધી આ સીઝનમાં આવી લડાઈ જોવા મળી નથી.

20મી ઓવરમાં રિયાને 18 રન બનાવ્યા

રિયાન પરાગે લડાયક ફિફ્ટી ફટકારી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
રિયાન પરાગે લડાયક ફિફ્ટી ફટકારી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

RRની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને કુલ 18 રન બનાવ્યા. ઓવરના બીજા બોલ પર પરાગે પુલ શોટ રમ્યો અને મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે ચોથા બોલ અને છેલ્લા બોલ પર બે શાનદાર સિક્સર પણ ફટકારી હતી. પરાગની ઇનિંગ્સના બળ પર જ રોયલ્સ મેચમાં સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

આ યુવા ખેલાડીએ તેની IPL કારકિર્દીની બીજી અડધી સદી માત્ર 29 બોલમાં પૂરી કરી અને 31 બોલમાં 56 રન બનાવ્યા. RRની ઇનિંગ્સની છેલ્લી બે ઓવરમાં 30 રન આવ્યા અને તમામ રન પરાગે બનાવ્યા હતા.

RCBની ચોથી હાર
મેચમાં RRએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 29 રનથી હરાવ્યું . RCBને 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 115 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમનો એકપણ ખેલાડી 25 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.

બેંગલોરની 9 મેચમાં આ ચોથી હાર છે. ટીમે 5 મેચ જીતી છે. આ સાથે જ રાજસ્થાનનો આ સતત ત્રીજો વિજય છે. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગઈ છે.

IPL 2022 પોઈન્ટ ટેબલ

ટીમમેચજીતહારનેટ રન રેટપોઈન્ટ્સ
રાજસ્થાન862+0.56112
ગુજરાત761+0.39612
હૈદરાબાદ752+0.69110
લખનઉ853

+0.033

10
બેંગલોર954-0.57210
પંજાબ844-0.4198
દિલ્હી734

+0.715

6
કોલકાતા835+0.1806
ચેન્નઈ826-0.5384
મુંબઈ707-0.8920
અન્ય સમાચારો પણ છે...