IPL 2022ની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે. આ મેચમાં KKR સામે 153 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે છેલ્લી ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. જોકે આ રન ચેઝમાં નીતિશ રાણા (48) અને રિંકુ સિંહે (42) ચોથી વિકેટ માટે 38 બોલમાં 66 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.
બટલર આ મેચમાં ફ્લોપ રહ્યો
ઓરેન્જ કેપ હોલ્ડર જોસ બટલર આ મેચમાં શાનદાર લયમાં જોવા મળ્યો છે. પરંતુ તે કોલકાતા સામે 25 બોલમાં 22 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ટિમ સાઉથીએ તેની વિકેટ લીધી હતી.
RRની ધીમી શરૂઆત
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની શરૂઆત ઘણી ખરાબ રહી હતી ત્રીજી ઓવરમાં દેવદત્ત પડ્ડિકલ 5 બોલમાં 2 રન કરી આઉટ થયો હતો. પહેલી 6 ઓવરમાં ટીમનો રનરેટ માત્ર 6.33નો રહ્યો હતો. ટીમના પાવરપ્લેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો.
કોલકાતાનું ખરાબ પ્રદર્શન
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શરૂઆતની કેટલીક મેચ પછી આ સિઝન ખરાબ સપના સમાન રહી છે. 6 મેચ હારી ગયા પછી આ ટીમ વિનિંગ ટ્રેક પર પરત ફરવાનું જ ભૂલી ગઈ છે. કેપ્ટન શ્રેયસ અય્યરને પણ શરૂઆત સારી મળે છે પરંતુ તેને હાઈસ્કોરિંગ ઈનિંગમાં ફેરવી શકતો નથી.
બંને ટીમની પ્લેઇંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.