કરો અથવા મરો મુકાબલામાં આ રીતે મર્યું રાજસ્થાન:ગામડાની ટૂર્નામેન્ટ કરતાં પણ વધુ ખરાબ રીતે રમી હતી રાજસ્થાન રોયલ્સ, જુઓ VIDEO

યુએઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈએ રાજસ્થાનને 8 વિકેટે કચડ્યું

રાજસ્થાન રોયલ્સ કરો અથવા મરોના મુકાબલામાં મુંબઈની સામે પત્તાંની જેમ વિખેરાઈ ગઈ હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ આ ત્રણેયમાં ટીમ એવી રીતે રમી હતી કે કોઈ ગામડાની ટૂર્નામેન્ટમાં પણ કોઈ ટીમ નથી રમતી. યશસ્વી જાયસ્વાલ, એવિન લેવિસ, સંજુ સેમસન, શિવમ દુબે, ડેવિડ મિલર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા જેવા શાનદાર બેટ્સમેનોથી ભરેલી રાજસ્થાનની ટીમ મુંબઈના બોલરો સામે એટલી લાચાર નજરે પડી રહી હતી કે ટીમની તરફથી પ્રથમ 7 બોલમાં એકપણ ચોગ્ગો મારી શકાયો ન હતો.

મુંબઈ સામે રાજસ્થાન હારી ગયું
આઈપીએલ 2021ની 51મી મેચમાં મુંબઈએ રાજસ્થાન પર આઠ વિકેટે મોટી જીત નોંધાવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 9 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ ઈશાન કિશનની (50 *) અડધી સદીના આધારે મેચ જીતી લીધી હતી. મુંબઈએ ઓપનર ઈશાન કિશનની અંધાધૂંધ અડધી સદી (અણનમ 50)ની મદદથી માત્ર 50 બોલમાં (8.2 ઓવરમાં) 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય સરળતાથી મેળવી લીધું.

રાજસ્થાને રોહિતની ટીમ સામે જીત માટે 91 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે મુંબઈએ માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓપનર ઈશાન કિશને ફક્ત 25 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય રોહિતે 13 બોલમાં 22 રનની ઇનિંગ્સ પણ રમી હતી.

રાજસ્થાન રોયલ્સને મુંબઈએ તેને હરાવી દીધું હતું. ચેતન સાકરિયા જેવા બોલરે એક ઓવરમાં બે-બે નો બોલ ફેંક્યા અને તેણે એક જ ઓવરમાં 24 રન આપ્યા હતા, જ્યારે તેની ટીમ માત્ર રનના સ્કોરનો બચાવ કરી રહી હતી.

ફિલ્ડિંગમાં પણ રાજસ્થાન પટકાયું
ફિલ્ડિંગમાં ગ્લેન ફિલિપ્સે ભલે એક-બે ચોગ્ગા રોક્યા, પરંતુ બાકી ટીમનું પ્રદર્શન એવું હતું કે પોતે સંજુ સેમસનની પાસે રોહિત શર્માને આઉટ કરવાની એક સરળ તક મળી હતી, પરંતુ તે બોલને પકડી જ ન શક્યો.

મુંબઈ પ્લેઓફની રેસમાં યથાવત્
આ મેચમાં, વિજેતા ટીમ પ્લેઓફની રેસમાં રહી શકે છે, જ્યારે હારેલી ટીમને ટૂર્નામેન્ટમાં માત્ર નામ માટે જ બાકીની મેચ રમવી પડશે. એ મુંબઈ માટે જરૂરી હતું કે તેણે રાજસ્થાનને હરાવ્યું. એટલું જ નહીં, તેના રન રેટમાં પણ સુધારો કર્યો. તેણે આ મેચ 8 વિકેટે જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...