તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Rohit Was Dismissed 13 Times In 200 Matches, 13 Players Returned To The Pavilion At Zero 10 Or More Times, Of Which Only 1 Was A Foreigner.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં ઝીરોનો રેકોર્ડ:રોહિત 200 મેચમાં 13 વાર શૂન્ય પર આઉટ થયો, 13 ખેલાડી 10 અથવા એથી વધુ વખત ઝીરો પર પેવેલિયન પરત ફર્યા; એમાં માત્ર 1 વિદેશી

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે થશે. એ પહેલાં અમે તમને બેટ્સમેનોના એવા રેકોર્ડ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે અંગે કોઈ બેટ્સમેન વાત કરવા નહીં માગે. આ રેકોર્ડ સારી બોલિંગ અથવા બેટ્સમેનના ખરાબ ફોર્મને લીધે બને છે. આ રેકોર્ડ સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થવાનો છે. ચોંકાવનારી વાત એ છે કે IPLમાં 13 ખેલાડી 10 અથવા તેથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે, તેમાં માત્ર એક વિદેશી બેટ્સમેન, ગ્લેન મેક્સવેલ સામેલ છે.

મેક્સવેલ 82 મેચ રમ્યો છે, જેમાં 10 વાર ખાતું ખોલી શક્યો નથી. મેક્સવેલ લીગમાં અત્યારસુધીમાં દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. 14મી સીઝન માટે તેને વિરાટ કોહલીની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડમાં ખરીદ્યો છે.

રોહિત- રહાણે 13 વાર ઝીરો પર આઉટ
ટૂર્નામેન્ટમાં 4 ખેલાડી સૌથી વધુ 13 વાર શૂન્ય પર આઉટ થયા છે. આ 4 બેટ્સમેન રોહિત શર્મા, હરભજન સિંહ, પાર્થિવ પટેલ અને અજિંક્ય રહાણે છે. રોહિતે પોતાની કપ્તાનીમાં મુંબઈ ઇન્ડિયન્સને સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બનાવ્યું છે. તે 200 મેચ રમનારો બીજો ખેલાડી છે. સૌથી વધુ 204 મેચ મહેન્દ્રસિંહ ધોનીએ રમી છે.

લિસ્ટમાં મેક્સવેલ એકલો પ્લેયર, જે 100થી ઓછી મેચ રમ્યો
ઝીરો પર આઉટ થનારા ખેલાડીઓમાં મેક્સવેલ એકલો પ્લેયર છે, જે 100 મેચ પણ રમ્યો નથી. આ ઓસ્ટ્રેલિયન ખેલાડી અત્યારસુધીમાં 82 મેચ રમ્યો છે. તેના સિવાય મનદીપ સિંહે 104 મેચ રમી છે. બાકી 11 ખેલાડીએ 130થી વધુ મેચો રમી છે.

13 ખેલાડીમાં 9 પ્યોર બેટ્સમેન, 5એ સદી પણ મારી છે
મોટી વાત એ પણ છે કે 13 ખેલાડીની લિસ્ટમાં 9 પ્યોર બેટ્સમેન છે. માત્ર હરભજન સિંહ, પીયૂષ ચાવલા અને અમિત મિશ્રા બોલર છે. મનદીપ સિંહ ઓલરાઉન્ડર છે. રોહિત શર્મા, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, અંબાતી રાયુડુ અને શિખર ધવન સદી પણ મારી ચૂક્યા છે.

8 ટીમો 52 દિવસમાં ફાઈનલ સહિત 60 મેચ રમશે
IPLની 14મી સીઝનની ફાઇનલ 30 મેના રોજ રમાશે. આ સીઝનમાં તમામ 8 ટીમ 52 દિવસમાં ફાઈનલ સહિત 60 મેચ રમશે. બધા મુકાબલા 6 શહેર અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં રમાશે. ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એવું પહેલીવાર થઈ રહ્યું છે કે દેશમાં ટૂર્નામેન્ટ રમાશે તેમ છતાં કોઈ ટીમ પોતાના ઘરઆંગણે મેચો નહીં રમે, એટલે કે કોલકાતાના મેચ કોલકાતા અને મુંબઈના મુંબઈમાં નહીં રમાઈ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો