રોહિતનો રેકોર્ડ:રોહિત શર્માએ ટી-20માં રચ્યો ઇતિહાસ; 400 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોહિત ભારત તરફથી 400 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. - Divya Bhaskar
રોહિત ભારત તરફથી 400 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
  • ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા રોહિતના નામે નોંધાયા

ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL-2021માં મઙ્ગ્લ્વારે રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સોહિત શર્માએ 12 બોલમાં 22 રનની ઇનિંગ રમી. આ દરમિયાન રોહિત બેટથી એક ચોગ્ગો અને બે છગ્ગા માર્યા હતા. શ્રેયસ ગોપાલના બોલ પર સિક્સર ફટકારતા જ રોહિતે ટી-20 ક્રિકેટમાં 400 સિક્સરનો આંકડો સ્પર્શી ગયો. ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા રોહિતના નામે નોંધાયા છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેમણે 1042 સિક્સર ફટકારી છે.

ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા રોહિતના નામે નોંધાયા .
ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા રોહિતના નામે નોંધાયા .

રોહિત ભારત તરફથી 400 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિતે હવે ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરના કેપ્ટન આરોન ફિંચને પાછળ ધકેલી દીધો છે. ફિંચના ખાતામાં 399 ટી-20 સિક્સર નોંધાઈ છે. ડેક્કન ચાર્જર્સ, ઈન્ડિયા, ઈન્ડિયા એ, ઈન્ડિયન્સ, મુંબઈ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે રોહિતે આ સિક્સર ફટકારી છે. ગેઈલ જે ટી-20 ક્રિકેટમાં 1000થી વધુ સિક્સર ફટકારનાર એક માત્ર બેટ્સમેન છે. કીરોન પોલાર્ડ બીજા નંબરે છે, જેમણે 758 સિક્સર ફટકારી છે અને આન્દ્રે રસેલ 510 ટી-20 સિક્સર સાથે આ યાદીમાં ત્રીજા નંબરે છે. રોહિત ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાની દ્રષ્ટિએ સાતમા નંબરે આવી ગયો છે.

મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 90 રન જ બનાવી શકી હતી અને મુંબઈ ઈન્ડિયન્સે બે વિકેટ ગુમાવીને 8.2 ઓવરમાં 94 રન બનાવીને મેચ પોતાને નામે કરી હતી. નાથન કુલ્ટર-નાઇલે 4 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે જિમી નીશામે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઇશાન કિશને જોરદાર વાપસી કરતા તેણે અણનમ 50 રન બનાવ્યા અને છગ્ગા સાથે ટીમને જીતાડી હતી.

અન્ય સમાચારો પણ છે...