તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંત IPLમાં સચિન, દ્રવિડને પાછળ છોડશે:ઋષભ રનના મામલે સહેવાગ-યુવરાજનો રેકોર્ડ પણ તોડી શકે છે, વિકેટકીપિંગમાં ગિલક્રિસ્ટને પાછળ છોડશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કેપ્ટન તરીકે રમશે. તેને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. પંત પાસે સૌથી વધુ રનના મામલે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને જેક કાલિસની સાથે વિરેન્દ્ર સેહવાગ અને યુવરાજ સિંહને પણ પાછળ છોડી દેવાની તક છે. તે જ સમયે, પંત વિકેટકીપિંગમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એડમ ગિલક્રિસ્ટને પણ હરાવી શકે છે.

વર્ષ 2016ની સીઝનથી આઈપીએલમાં ડેબ્યુ કરનાર પંતે અત્યાર સુધીમાં 68 મેચોમાં 2079 રન બનાવ્યા છે. જ્યારે રાહુલ દ્રવિડે 89 મેચમાં 2174 અને સચિનના 78 મેચોમાં 2334 રન છે. પૂર્વ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કાલિસે 98 મેચોમાં 2427 રન બનાવ્યા હતા. ત્રણેય દિગ્ગજોએ આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી છે.

સહેવાગ-યુવરાજને પણ પાછળ છોડવાની તક
IPLની 14મી સીઝન 9 એપ્રિલથી 30 મે સુધી રમાવવાની છે. પંત જો આ સીઝનમાં 672 રન બનાવે છે તો તે વિરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહને પણ પાછળ છોડી દેશે. લીગમાં સહેવાગે 104 મેચમાં 2728 અને યુવીએ 132 મેચમાં 2750 રન બનાવ્યા છે.

સૌથી વધુ શિકારના મામલે ગિલક્રિસ્ટને પાછળ છોડશે પંત
પંત પાસે વિકેટકીપર તરીકે સૌથી ખેલાડીઓના શિકાર કરવાના મામલે ગિલક્રિસ્ટને પાછળ છોડવાની તક છે. પંત આ લિસ્ટમાં 9મા નંબરે છે. તેણે 68 મેચમાં 54 ખેલાડીઓને સ્ટમ્પ પાછળ આઉટ કર્યા છે. જ્યારે ગિલક્રિસ્ટે 80 મેચમાં 67 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે. પંત આગામી સીઝનમાં 14 શિકાર કરીને ગિલક્રિસ્ટથી આગળ નીકળી જશે.

ધોનીના નામે સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ
વિકેટકીપિંગમાં ધોની બેસ્ટ છે. તેણે IPLમાં સૌથી વધુ 148 ખેલાડીઓનો સ્ટમ્પ પાછળ શિકાર કર્યો છે. બે ખેલાડીઓને પેવેલિયન ભેગા કરતાં જ માહી 150નો આંકડો વટાવી લેશે. તે આવું કરનાર લીગનો પ્રથમ વિકેટકીપર બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો