રવિવાર સુધી IPLમાં 74માંથી 47 મેચ રમાઈ છે. હરાજી પહેલાં ટીમોએ ઘણા ખેલાડીઓને રિટેન કર્યા હતા, પરંતુ રિટેન કરાયેલા મોટા ભાગના ખેલાડીઓ ટીમ માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે. પંજાબના રિટેન કરાયેલા બંને ખેલાડી અત્યારસુધી ફ્લોપ રહ્યા છે. કેપ્ટન મયંકના એક રનની ટીમને 7 લાખ રૂપિયા, જ્યારે અર્શદીપની એક વિકેટની કિંમત 1.33 કરોડ રૂપિયા છે. ચેન્નઈનો જાડેજા પણ અત્યારસુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તેનો એક રન 14 લાખનો છે. રોહિત શર્માના એક રન માટે મુંબઈ માટે 10 લાખ અને કોહલીના એક રનની બેંગલોર માટે 8 લાખની કિંમત છે. સીઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર હૈદરાબાદના ઉમરાન મલિકની એક વિકેટ લગભગ 26.66 લાખ રૂપિયા છે.
ડ્રૉફ્ટ કરાયેલા ગુજરાત ટાઇટન્સના ત્રણેય ખેલાડી ફોર્મમાં ચાલી રહ્યા છે. ચાલુ સીઝનમાં લખનઉ અને ગુજરાતે ત્રણ-ત્રણ ખેલાડીને ડ્રૉફ્ટ કર્યા હતા. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે રાશિદ ખાન અને શુભમન ગિલ પણ ફોર્મમાં ચાલી રહ્યા છે. હાર્દિકે 8 મેચમાં 135.68ની સ્ટ્રાઈક રેટથી 308 રન બનાવ્યા છે. તે ટોપ-5 બેસ્ટ સ્કોરરમાં પણ સામેલ છે. આ સાથે જ 4 વિકેટ પણ લીધી છે. એ જ સમયે લખનઉનો કેપ્ટન રાહુલ 10 મેચમાં 145.01ના સ્ટ્રાઈક રેટથી 451 રન સાથે બીજા નંબર પર છે. આ સાથે જ માર્ક્સ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈ પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.