જીતનો જશ્ન:છેલ્લા બોલ પર છગ્ગો લગાવી ભરતે RCBને જીત અપાવી, કોહલી એવો ખુશ થયો કે જાણે IPL જીતી લીધી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શુક્રવારે રમાયેલી શાનદાર મેચમાં દિલ્હીને 7 વિકેટથી હરાવી દીધું. પહેલા બેટિંગ કરતા દિલ્હીએ બેંગ્લોરને 165 રનોનો ટાર્ગેટ આપ્યો. ભરતે છેલ્લા બોલ પર છગ્ગો મારીને બેંગ્લોરને 7 વિકેટથી જીત અપાવી. જીત બાદ પેવેલિયનમાં બેસેલા બેંગ્લોરના ખેલાડીઓ ખૂબ જ ખુશ થયા હતા અને એવી રીતે ઉજવણી કરી હતી કે જાણે તેમણે IPL જીતી લીધી હોય.

ટાર્ગેટ ચેઝ કરતા બેંગ્લોરને છેલ્લી ઓવરમાં 6 બોલ પર 15 રન જોઈતા હતાં. દિલ્હીનો આવેશ ખાન છેલ્લી ઓવર કરી રહ્યો હતો અને સામે મેક્સવેલ બેંટિગ કરતો હતો. તેણે પહેલા જ બોલ પર ચોગ્ગો લગાવીને મેચનો રોમાંચ વધારી દીધો, પરંતુ આગળના 2 બોલ પર માત્ર 3 રન જ આવ્યા. ચોથા બોલ પર શ્રીકર ભરત કોઈ રન બનાવી ન શક્યા. ડોટ બોલ જોઈને આવેશ અને પંત બંને હસવા લાગ્યા.

પછી પાંચમા બોલ પર માત્ર 2 રન મળ્યા ત્યારે અક્ષર પટેલ પણ હસવા લાગ્યો. હવે છેલ્લા બોલ પર 6 રન જોઈતા હતાં. દિલ્હીને પોતાની જીત પાક્કી લાગતી હતી, પરંતુ આવેશે લેગ સાઈડથી ખૂબ જ સાઈડમાં બોલ ફેંકી વાઈડ બોલ ફેંક્યો. બેંગ્લોરને એક રન એકસ્ટ્રા મળી ગયો. હવે છેલ્લા બોલ પર બેંગ્લોરને 5 રનની જરૂર હતી ત્યારે ભરતે એક ઉંચો શોટ મારીને બેંગ્લોરને એક અશક્ય લાગતી મેચમાં વીજય અપાવ્યો. આ રોમાંચક મેચમાં જીત બાદ બેંગ્લોરનું ડગઆઉટ એટલું ખુશ થયું કે જાણે તેમણે IPLની ફાઈનલમાં વિજય મેળવ્યો હોય.

RCBની મેચ બાદ વિરાટ કોહલી એટલો ખુશ થયો કે તે ફટાફટ ગ્રાઉન્ડ પર જઈને છગ્ગો ફટકાર ભરતને ભેટવા ભાગ્યો હતો
RCBની મેચ બાદ વિરાટ કોહલી એટલો ખુશ થયો કે તે ફટાફટ ગ્રાઉન્ડ પર જઈને છગ્ગો ફટકાર ભરતને ભેટવા ભાગ્યો હતો
છેલ્લી ઓવરમાં ભરતે છગ્ગો લગાવીને મેચ જીતાડ્યા બાદ ટીમના ખેલાડીઓ તેને ભેટી રહ્યા છે
છેલ્લી ઓવરમાં ભરતે છગ્ગો લગાવીને મેચ જીતાડ્યા બાદ ટીમના ખેલાડીઓ તેને ભેટી રહ્યા છે
મેચ જીત્યા બાદ વિરાટ કોહલીની ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો
મેચ જીત્યા બાદ વિરાટ કોહલીની ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો
દિલ્હીને હરાવીને વિરાટ કોહલી ખૂબ જ ખુશ છે, RCB પહેલીવાર IPL ચેમ્પિયન બની શકે છે
દિલ્હીને હરાવીને વિરાટ કોહલી ખૂબ જ ખુશ છે, RCB પહેલીવાર IPL ચેમ્પિયન બની શકે છે
અન્ય સમાચારો પણ છે...