તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાડેજા જૈસા કોઈ નહીં:બાપુના સેલિબ્રેશન મૂવ્ઝના ફેન્સ થયા કાયલ; રોયલ્સની 9માંથી 6 વિકેટમાં જડ્ડુનો હાથ, બટલરને આઉટ કરીને RRને મેચની બહાર કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2021ની 12મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સને 45 રને માત આપી. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈએ 188 રન કર્યા, જવાબમાં રોયલ્સની ટીમ 143 રન જ કરી શકી હતી. જોકે, ઇનિંગ્સ બ્રેકમાં એક્સપર્ટ્સ અને ફેન્સને લાગી રહ્યું હતું કે ઝાકળ આવશે અને રોયલ્સની ટીમ ટાર્ગેટ ચેઝ કરશે. જોકે, બધાની અપેક્ષા વિરુદ્ધ ઝાકળ આવી નહીં અને બોલ ગ્રીપ થઈને ટર્ન થઈ રહ્યો હતો. તેમાં CSKના સ્પિનર્સ ફાવી ગયા અને રોયલ્સની ટીમ ફેલ થઈ. ફિલ્ડ પર હંમેશાની માફક સૌરાષ્ટ્રનો સાવજ રવીન્દ્ર જાડેજા છવાઈ ગયો હતો.

રોયલ્સની 9માંથી 6 વિકેટમાં જાડેજાનો હાથ
રવીન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી. તે ઉપરાંત 4 કેચ પણ કર્યા. આમ રોયલ્સની કુલ 9 વિકેટ પડી, તેમાંથી 6માં જાડેજાનો હાથ હતો. તેણે જયદેવ ઉનડકટનો કેચ કરીને 4નું સિગ્નલ આપતા જણાવ્યું હતું કે તેણે ચાર કેચ કર્યા છે. તે ઉપરાંત મારી પાસે તારો નંબર છે વાળો સેલિબ્રેશન મૂવ પણ કર્યો હતો. આ સેલિબ્રેશન વાળી ક્લિપ વાઈરલ થઈ રહી છે.

બટલરને આઉટ કરીને ગેમ ક્લોઝ કરી
એકસમયે રાજસ્થાને 11 ઓવરમાં 2 વિકેટે 87 રન કર્યા હતા. ઇંગ્લિશ બેટ્સમેન જોસ બટલર એકદમ સેટ હતો અને ચેન્નઈ માટે ખતરો બની રહ્યો હતો. ત્યાં જાડેજાએ તેને બોલ્ડ કરીને મેચને ક્લોઝ કરી નાખી હતી. બટલરના આઉટ થતાં જ રોયલ્સની ટીમ પાણીમાં બેસી ગઈ હતી. જડ્ડુએ એ જ ઓવરમાં શિવમ દુબેને પણ સ્ટમ્પ સામે પ્લમ્બ એલબીડબ્લ્યુ કર્યો હતો. ત્યારબાદ જમોડી ઓફ-સ્પિનર મોઇન અલીએ ડાબોડી બેટ્સમેનને પોતાની ફીરકીમાં ફસાવીને તમામ ફોર્માલિટી પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, 10મી ઓવરમાં બટલરે જાડેજાની બોલિંગમાં સિક્સ મારી હતી, તે પછી બોલ બદલવો પડ્યો હતો. નવા બોલથી રોયલ્સનો ધબડકો થયો હતો.

જાડેજાએ કરેલા 4 કેચ
1) ઇનિંગ્સની ચોથી ઓવરના પાંચમા બોલે સેમ કરનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર મનન વોહરાનો કેચ કર્યો. ધોનીએ વિકેટ પડી એના એક બોલ પહેલા જ જડ્ડુને અહીં ફિલ્ડિંગ માટે ઊભો રાખ્યો હતો.

2) 15મી ઓવરના પહેલા બોલે મોઇન અલીની બોલિંગમાં રિયાન પરાગ ડીપ મિડવિકેટ પર જાડેજાના હાથે આઉટ થયો હતો.

બાપુએ પરાગનો સરળ કેચ કર્યો હતો.
બાપુએ પરાગનો સરળ કેચ કર્યો હતો.

3) 15મી ઓવરના ત્રીજા બોલે મોઇન અલીની બોલિંગમાં ક્રિસ મોરિસ શૂન્ય રને ડીપ મિડવિકેટ પર જાડેજા દ્વારા કેચ આઉટ થયો હતો.

જાડેજાએ કરેલો ક્રિસ મોરિસનો કેચ.
જાડેજાએ કરેલો ક્રિસ મોરિસનો કેચ.

4) 20મી ઓવરના બીજા બોલે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં જયદેવ ઉનડકટનો બેકવર્ડ પોઇન્ટ પર બાપુએ કેચ કર્યો હતો.

જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રના સાથી જડ્ડુ દ્વારા જ કેચ આઉટ થયો હતો.
જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રના સાથી જડ્ડુ દ્વારા જ કેચ આઉટ થયો હતો.

સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટ:

અન્ય સમાચારો પણ છે...