IPLની એલ ક્લાસિકો એવી ચેન્નઈ અને મુંબઈ વચ્ચે આ સીઝનની પહેલી મેચ રમાઈ હતી, જેમાં રવીન્દ્ર જાડેજાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પરંતુ આ દરમિયાન રોહિતને તેનો આ નિર્ણય પસંદ આવ્યો નહોતો. તેણે જાડેજા પરત ફરતો હતો ત્યારે કહ્યું કે આ તો ખોટું છે તે કહ્યું હતું અમે પહેલા બેટિંગ પસંદ કરવાના છીએ. આમ ન ચાલે. તો ચલો આપણે સમર્ગ વિવાદ પર નજર ફેરવીએ....
ટોસ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ
મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નઈના કેપ્ટન રવીન્દ્ર જાડેજા ટોસ દરમિયાન એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જાડેજાએ બોલિંગ પસંદ કર્યા પછી રોહિતે તેને કહ્યું હતું કે તે તો મને બેટિંગ લઈશ એમ જાણ કરી હતી. જોકે આ દરમિયાન જાડેજા હસવા લાગ્યો અને દૂર જતો જોવા મળ્યો હતો.
રોહિતે તેને પકડીને પૂછ્યું પરંતુ બંને ખેલાડી હસવા લાગ્યા અને પછી હિટમેન પણ મસ્તી કરતો હોય તેમ ટોસ હાર્યા પછી સ્પીચ આપવા લાગ્યો હતો. આ સમગ્ર વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
એન્કર પણ બે ઘડી સ્તબ્ધ
રોહિત અને જાડેજા વચ્ચે બોલાચાલી થતા નિક નાઈટ પણ બે ઘડી સ્તબ્ધ થઈ ગયો હતો. પછી તેણે પૂછ્યું કે આમ કેમ પરંતુ ત્યાં સુધીમાં બંને ખેલાડી મસ્તી કરવા લાગ્યા હતા.
પાવર પ્લેમાં મુંબઈ ફ્લોપ
મેચની પહેલી 6 ઓવર રોહિત એન્ડ કંપની માટે ખરાબ સપના સમાન રહી હતી. પાવર પ્લેમાં ટીમે 3 વિકેટે 42 રન કર્યા હતા. આ દરમિયાન ટીમનો રન રેટ 7નો હતો.
મુકેશ પહેલી જ ઓવરમાં છવાયો
ટોસ હાર્યા પછી બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. યુવા ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની વિકેટ લીધી હતી. મેચના બીજા બોલ પર, રોહિતે એકપણ રન કર્યા વિના મિડ-ઓન પર સેન્ટનરને તેનો કેચ આપ્યો હતો. ત્યારપછી ઓવરના 5માં બોલ પર મુકેશે ઈશાનને શૂન્ય રને ક્લીન બોલ્ડ કર્યો હતો.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.