રવિવારે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે મેચ રમાઈ હતી. ઈજાને કારણે હાર્દિક ન હોવાથી રાશિદ ખાને સુકાનીપદ સંભાળ્યું હતું. રાશિદે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. ક્રિસ જોર્ડનની ઓવરમાં તેણે 3 છગ્ગા અને એક ચોગ્ગો પણ માર્યો હતો.
4 દિવસ પહેલાં ભાસ્કરને કહ્યું હતું બેટિંગ કરવા માગું છું
રાશિદ ખાને ચાર દિવસ પહેલાં ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે T20માં તેને અંતિમ 5-6 બોલ રમવા મળે છે, આ સ્થિતિમાં દરેક બોલને ફટકારવો જ પડે છે. આમાં ક્યારેક રન બને છે અને ક્યારે રન નથી બનતા.
તેણે એમ પણ કહ્યું હતું કે વન-ડે ક્રિકેટમાં અફઘાનિસ્તાન ટીમ માટે મને બેટિંગ મળે ત્યારે 15 ઓવર બચી હોય છે, આથી અહીં હું ખૂલીને રમી શકું છું. હું પૂરતા પ્રયાસ કરું છું કે આવનારી T20 મેચમાં મને 4 કે 5 નંબર પર બેટિંગ કરવાની તક મળે અને ટીમેને જીત પણ અપાવી શકું.
ચેન્નઈ સામેની મેચમાં રાશિદ ખાનને બેટિંગની તક મળી હતી અને તેણે મેચમાં ગુજરાતની ટીમને જીત પણ અપાવી હતી.
ક્રિસ જોર્ડનની ઓવરમાં રાશિદ ખાને આ રીતે રન બનાવ્યા...
17.1:જોર્ડને રાશિદને મિડલ સ્ટમ્પ પર બોલ ફેંક્યો. આ બોલ પર રાશિદે હેલિકોપ્ટર શોટ મારી સિક્સર ફટકારી હતી.
17.2:બીજા બોલ પર રાશિદે વધુ એક સિક્સર ફટકારી હતી. જોર્ડનના બોલને તેણે ડીપ પોઈન્ટ તરફ ફટકાર્યો હતો.
17.3: ત્રીજા બોલ પર રાશિદે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓફ સ્ટમ્પ પાસે ફુલ ટોસ બોલ આપવો જોર્ડનને ભારે પડ્યો.
17.4: મેચમાં રાશિદે જોર્ડનની બરાબરની ધોલાઈ કરી હતી. આ બોલ પર રાશિદે સિક્સર ફટકારી હતી. કોમેન્ટરી કરી રહેલા ભજ્જી અને ઈરફાને રાશિદના આ શોટને ઝાડ શોટ કહ્યો હતો.
17.5: રાશિદે એક રન બનાવ્યો હતો. છેલ્લા બોલ પર મિલરે બે રન લીધા હતા.
રાશિદ ખાને મેચ પલટી નાખી
આ ઓવરમાં રાશિદ ખાનની બેટિંગથી આખી મેચ પલટાઈ ગઈ હતી. મેચને ગુજરાતે ત્રણ વિકેટે જીતી લીધી હતી. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટના નુકસાને 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે એક બોલ બાકી હતો ત્યાં સાત વિકેટના નુકસાને 170 રન બનાવી લીધા હતા. રાશિદ ખાન અને મિલર વચ્ચે 37 બોલમાં 70 રનની ભાગીદારી થઈ હતી. મિલરે 51 બોલમાં 6 ચગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 94 રન બનાવ્યા હતા, જ્યારે રાશિદે 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 21 બોલમાં 40 રન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.