US-તાલિબાન સંઘર્ષમાં ગુમાવ્યું બાળપણ:રાશિદ ખાનને ના છુટકે પાકિસ્તાન જવુ પડ્યુ હતું; મા ડોક્ટર બનાવવા ઈચ્છતી હતી, બની ગયો ક્રિકેટર

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાશિદ ખાનના નામને હવે કોઈ ઓળખાણની જરૂર નથી. એક સમયે પોતાનો જીવ બચાવવા માટે પિતા સાથે અફઘાનિસ્તાનથી પાકિસ્તાન ભાગી ગયેલા રાશિદ આજે કરોડો લોકો માટે રોલ મોડલ છે. આ ચેમ્પિયન ખેલાડીએ IPL દ્વારા વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે.

2017માં વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં ડેબ્યૂ કરનાર રાશિદે ક્યારેય ક્રિકેટર બનવાની આકાંક્ષા નહોતી રાખી. માતા ઈચ્છતી હતી કે દીકરો ડોક્ટર બને અને દીકરો પણ માતાનું સપનું દરેક કિંમતે સાકાર કરવા ઈચ્છતો હતો, પરંતુ નસીબને મન કંઈક બીજું જ પસંદ હતું.

યુદ્ધે બાળપણ બરબાદ કર્યું
2001માં અફઘાનિસ્તાનમાં ફાટી નીકળેલા યુદ્ધે રાશિદનું બાળપણ છીનવી લીધું હતું. તાલિબાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે રશીદને પાકિસ્તાન બોર્ડર પાસેના શરણાર્થી કેમ્પમાં રહેવું પડ્યું હતું.

બાળપણમાં આવો દેખાતો હતો રાશિદ ખાન
બાળપણમાં આવો દેખાતો હતો રાશિદ ખાન

જ્યારે સ્થિતિ સુધરી ત્યારે રાશિદ અફઘાનિસ્તાન પરત ફરી શક્યો. રાશિદને શરૂઆતથી જ ક્રિકેટમાં બેટિંગ પસંદ હતી. તે સચિન તેંડુલકરના ચાહક હતો, તેથી દેખીતી રીતે તેના જેવા શોટ રમવા માંગતો હતો. પણ મિત્રોએ કહ્યું કે તું બેટિંગ કરતાં સારી બોલિંગ કરે છે. મિત્રો જીગરના ટુકડા હતા. હવે રાશિદ મિયાં તેમની વાત કેમની ટાળી શકે?

રૂમ છોડવા પર કડક પ્રતિબંધ હતો
છેલ્લા ત્રણ દાયકાથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં જીવન ખૂબ સસ્તું છે. આવી સ્થિતિમાં રાશિદના માતા-પિતાએ તેને કડક સૂચના આપી હતી કે ગમે તે થાય, તું ઘરની બહાર ન નીકળે. એકવાર રાશિદ છુપાઈને ક્રિકેટ રમવા ગયો અને ફિલ્ડિંગ કરતી વખતે તેનો હાથ લોહીથી લથબથ હતો. ઘરે ભાંડો ન ફુટી જાય તે માટે રાશિદે 3 સપ્તાહ સુધી કોઈને કીધા વગર બધા જ દર્દ સહન કર્યા હતા.

અફઘાનિસ્તાનમાં વર્ષો સુધી પરિસ્થિતિ બદલાઈ ન હતી ત્યારે રાશિદ પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. પાકિસ્તાનમાં ત્યારે શાહિદ આફ્રિદી ખૂબ જ ફેમસ હતો. બૂમ-બૂમ આફ્રિદી જ્યારે બેટિંગ કરવા આવતો હતો તો લોકો માત્ર છગ્ગાની આશામાં સ્ક્રીન પર બેસી રહેતા હતા.

રાશિદ ખાને 2015માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું
રાશિદ ખાને 2015માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું

આ સિવાય શાહિદની ઝડપી લેગ સ્પિન પણ રાશિદને ખૂબ પ્રભાવિત કરી હતી. ભાઈઓ સાથે ક્રિકેટ રમતા રાશીદનું મન ભટકવા લાગ્યું. રશીદ હજુ ડોક્ટર બનવા માંગતો હતો. અફઘાનિસ્તાનમાં સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ રાશિદનો પરિવાર તેમના દેશ પરત ફર્યો હતો. ત્યારબાદ રાશિદે પોતાના દેશમાં ફરી અભ્યાસ શરૂ કર્યો.

રાશિદને તેની માતા સાથે સૌથી વધુ લગાવ હતો, અંગ્રેજી બોલવાનો પણ ચસ્કો ચઢ્યો હતો
તે કોઈ પણ કિંમતે તેની માતાનું દિલ તોડી ન શકે. રાશિદ આખી દુનિયામાં તેની માતાને સૌથી વધુ પ્રેમ કરતો હતો. રાશિદની માતા અવારનવાર બીમાર રહેતી હતી. આવી સ્થિતિમાં માતા વિચારતી હતી કે દીકરો ડોક્ટર બનશે તો તેની સારવાર યોગ્ય રીતે થશે.

એકવાર અચાનક રાશીદને અંગ્રેજી બોલવાનું ઝનૂન થઈ ગયું. મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી, તેણે 6 મહિના માટે ખાસ અંગ્રેજી ટ્યુશન લીધું.

જો કે, ત્યાં સુધીમાં ક્રિકેટ નસોમાં પેશનની જેમ દોડવા લાગ્યું હતું, તેથી અંગ્રેજી આ બાબતમાં પાછળ રહી ગયું હતું. અંડર-19 ક્રિકેટમાં જ્યારે પ્રદર્શન ખરાબ રહ્યું ત્યારે મોટા ભાઈએ ગુસ્સામાં કહ્યું કે તું ક્રિકેટ છોડી દે અને કોર્સના પુસ્તકો કાઢીને ભણવાનું શરૂ કર.

રશીદનું દિલ તૂટી ગયું. તેણે આંખોમાં આંસુ સાથે તેની માતાને બોલાવી અને બધી હકીકત કહી. માતાએ કહ્યું કે ગઈકાલે ભલે તું સફળ ન થઈ શક્યો, પણ ક્રિકેટ ન છોડ. આ પછી રાશિદે ક્યારેય પાછળ વળીને જોયું નથી, કારણ કે તેના સપનાને તેની માતાનો સાથ મળ્યો હતો.

2017થી 2021 સુધી રાશિદ SRH ટીમનો ભાગ હતો
2017થી 2021 સુધી રાશિદ SRH ટીમનો ભાગ હતો

ઈન્ડિયન ફેન્સના ગ્રાન્ડ વેલકમ જોઈને આશ્ચર્ય પામ્યો હતો રાશિદ
રાશિદ જ્યારે તેની પ્રથમ IPL મેચ રમ્યો ત્યારે ભારતીય ચાહકોનું ભવ્ય સ્વાગત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો જાણે તેના બંને કાન બંધ થઈ ગયા હોય. તે કંઈ સાંભળી શકતો ન હતો. તેને વિશ્વાસ ન હતો કે તે જે IPL ઘરે બેસીને જોતો હતો તે આજે તેનો હિસ્સો બની ગયો છે. જ્યારે રાશિદ ખાન નેટ્સમાં મુથૈયા મુરલીધરનને પહેલી વાર મળ્યો ત્યારે તેની બોલિંગ જોઈને મુથૈયાએ કહ્યું હતું કે તું સ્કિલની બાબતમાં મારા કરતા ઘણો સારો છે.

બાદમાં અફઘાનિસ્તાનની ટીમ હોમ સિરીઝ રમવા દેહરાદૂન આવી હતી. ત્યાં 25 હજાર લોકો રાશિદ ખાનને જોવા પહોંચ્યા હતા. તે મેદાન પર ઉતરતાની સાથે જ આખું સ્ટેડિયમ શોરબકોરથી ભરાઈ ગયું હતું. રાશિદના કહેવા પ્રમાણે તે એવું જ સન્માન હતુ કે જે ધોની અને વિરાટને મળે છે.

દેહરાદૂનમાં અફઘાનિસ્તાન તરફથી આયરલેન્ડ વિરુદ્ધ મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યા બાદ રાશિદ
દેહરાદૂનમાં અફઘાનિસ્તાન તરફથી આયરલેન્ડ વિરુદ્ધ મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યા બાદ રાશિદ

આફ્રિદીની બોલિંગ એક્શનની અસર, દેશનું મૂલ્ય વધ્યું
રાશિદે આફ્રિદીની એક્શન જોઈને જ પોતાની બોલિંગ એક્શન પસંદ કરી. રાશિદ ખાનની મહેનત રંગ લાવી અને તેને 18 ઓક્ટોબર 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે અફઘાનિસ્તાન તરફથી ODI ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી. ત્યાર બાદ તે જ વર્ષે 26 ઓક્ટોબરે રાશિદે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

આજે જ્યારે કોઈ અફઘાની દુનિયાના કોઈપણ ભાગમાં રહે છે, ત્યારે લોકો ક્રિકેટ ખેલાડીઓના નામે તેમની સાથે સારો વ્યવહાર કરે છે. રાશિદ આને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. તે ઈચ્છે છે કે લોકો અફઘાનિસ્તાન વિશે પોતાનો અભિપ્રાય બદલે.

અન્ય સમાચારો પણ છે...