તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલાડીઓ લોન પર:રાજસ્થાન રૉયલ્સની પાસે માત્ર 4 વિદેશી ખેલાડી, બીજી ટીમ પાસેથી લોન પર લઇ શકે છે ખેલાડી

નવી દિલ્હી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટીમના 4 ખેલાડી લીગમાંથી હટી ચૂક્યા છે

રાજસ્થાન રૉયલ્સ ટીમ વિદેશી ખિલાડીઓની અછતના સંકટનો સામનો કરી રહી છે. તેના ચાર વિદેશી ખેલાડી ઇજા, બાયો-બબલનો થાક અને કોવિડ-19 નો તણાવના કારણે લીગમાંથી હટી ગયા છે. ફ્રેન્ચાઇઝી હાલની સિઝન માટે બીજી ટીમો પાસેથી લોન પર ખેલાડી લેવા માટે સંપર્ક કર્યો છે.

બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર ઇજાના કારણે લીગમાંથી બહાર થઇ ગયા છે. તો લિયામ લિવિંગસ્ટોમ બાયો-બબલના થાકને કારણે લીગમાંથી બહાર થઇ ગયો છે. એન્ડ્રુ ટાઈ કોરોનાના વધતા કેસના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન પાસે બટલર, મોરીસ, મિલર અને રહેમાન એમ માત્ર ચાર જ વિદેશી ખેલાડી છે. ટીમ મેનેજમેન્ટ અન્ય ફ્રેન્ચાઇઝીઓ પાસેથી ખેલાડીઓને લોન પર લેવા માટે કહ્યું છે. લોન વિંડો સોમવારથી શરૂ થઇ ચૂકી છે. આ લીગ-મેચ પૂરી થવા સુધી ચાલુ રહેશે.

ખેલાડીઓ લોન પર આપવાનો નિયમ: નિયમ પ્રમાણે બેથી ઓછી મેચ રમનાર ખેલાડીઓ ફ્રેન્ચાઇઝી કોઇ બીજી ટીમને તે સિઝન માટે લોન પર આપી શકે છે. એક ફ્રેન્ચાઇઝી તે સિઝનમાં વધુમાં વધુ 3 ખેલાડીઓ જ લોન પર આપી શકે છે. ખેલાડીઓની મંજૂરી પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો