IPLની ઐતિહાસિક પાર્ટનરશિપ:રાહુલ-ડિકોકે 210 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી, સતત 5 સિઝનથી રાહુલની ક્લબ 500માં એન્ટ્રી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો સૌજન્ય- IPL - Divya Bhaskar
ફોટો સૌજન્ય- IPL

IPL 2022ની 66મી મેચમાં લખનઉએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ટીમના બંને ઓપનર રાહુલ અને ડિકોક વચ્ચે IPLના ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી. બંને ખેલાડીએ 20 ઓવર સુધી બેટિંગ કરી 210 રનનો સ્કોર ફટકારી દીધો હતો. આવુ કરનારી આ પહેલી જોડી છે અગાઉ બેયરસ્ટો અને વોર્નર વચ્ચે પહેલી વિકેટ માટે 185 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો આની સાથે જ કેપ્ટન રાહુલના આ સિઝનમાં 500 રન પૂરા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તે સતત 5 સિઝનથી આ 500+ રન એક ટર્મમાં નોંધાવી રહ્યો છે.

210 રનની અણનમ ઐતિહાસિક ઓપનિંગ પાર્ટનરશિપ
લખનઉના કેપ્ટન રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન કેપ્ટન રાહુલ અને ક્વિંટન ડિકોક ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. તેવામાં બંને બેટરે પહેલી ઓવરથી શાનદાર લયમાં બેટિંગ કરી કોલકાતાના બોલર્સને મુશ્કેલીમાં મુકી દીધા હતા. આ દરમિયાન ટીમે 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રનનો સ્કોર સેટ કરી દીધો હતો. જેથી આ IPL 2022ની ઐતિહાસિક ઓપનિંગ પાર્ટનરશિપ પણ થઈ ગઈ છે.

  • ક્વિંટન ડિકોકે 70 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારી 140* રનનો સ્કોર નોંધાવ્યો હતો.
  • કે.એલ.રાહુલે 51 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી 68* રનની ઈનિંગ રમી હતી.
  • કેપ્ટન રાહુલે આ સિઝનમાં 500+ રન નોંધાવ્યા છે. આની સાથે તે સતત 5 સિઝનથી આ પડાવ પાર કરી રહ્યો છે.
ફોટો સૌજન્ય- IPL
ફોટો સૌજન્ય- IPL

જીવનદાનનો ફાયદો ઉઠાવી ડિકોકની સેન્ચુરી
ઈનિંગની ત્રીજી ઓવરમાં ઉમેશ યાદવે શાનદાર બોલ નાખ્યો હતો. જેના પર ડિકોક શોટ મારવા જતા બોલ મિસ ટાઈમ થયો અને બોલ સીધો ડીપ પોઈન્ટના ફિલ્ડર પાસે ગયો હતો. જોકે તેણે આ સરળ કેચ છોડતા ડિકોકને જીવન દાન મળ્યું હતું. આ દરમિયાન ડિકોક 12 રનના સ્કોર પર રમી રહ્યો હતો.

  • LSGના ઓપનર ક્વિંટન ડિકોક અને કે.એલ.રાહુલે વિસ્ફોટક બેટિંગ કરી કોલકાતાના બોલર્સને બેક ફુટ પર ધકેલી દીધા હતા.
  • જીવનદાન મળ્યાની ઓવરના છેલ્લા બોલ પર જ ડિકોકે શાનદાર સિક્સર ફટકારી હતી
  • ક્વિંટન ડિકોકને માત્ર 12 રનના અંગત સ્કોર પર જીવનદાન મળ્યું હતું જેનો ફાયદો ઉઠાવી તેણે 59 બોલમાં સદી ફટકારી દીધી હતી.
  • ડિકોકે IPL કરિયરની બીજી સદી કોલકાતા સામે ફટકારી હતી.

IPL 2022ની સૌથી મોટી ઈનિંગ્સ
ડિ કોક કેએલ રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરવા ઉતર્યો હતો . ક્વિન્ટન ડિ કોકે આ મેચમાં રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી અને IPLના ઘણા રેકોર્ડ્સ પોતાને નામ કર્યા. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ પછી તે વિકેટકીપર તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બન્યો. આ સિઝનની આ સૌથી મોટી ઇનિંગ હતી, આ પહેલા બટલરે 116 રન બનાવ્યા હતા.

ડિકોક ઈનિંગ બ્રેક પછી ડ્રેસિંગ રૂમ જતો હતો ત્યારે કોલકાતાના સાઉથીએ તેને અભિનંદન પાઠવ્યા હતા- ફોટો સૌજન્ય- IPL
ડિકોક ઈનિંગ બ્રેક પછી ડ્રેસિંગ રૂમ જતો હતો ત્યારે કોલકાતાના સાઉથીએ તેને અભિનંદન પાઠવ્યા હતા- ફોટો સૌજન્ય- IPL

ડિકોકે સાઉદીની ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી

  • ક્વિંટન ડિકોકે સદી માર્યા પછી 19મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સિક્સ ફટકારી હતી.
  • ઈન્ટરનેશનલ સ્ટાર બોલર એવા ટિમ સાઉથીની ઓવરમાં ડિકોકે શાનદાર છગ્ગાની હેટ્રિક મારતા ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા.
  • ટિમ સાઉથીએ ઈનિંગની 19મી ઓવરમાં 27 રન આપ્યા હતા.
ફોટો સૌજન્ય- IPL
ફોટો સૌજન્ય- IPL

LSGનો સ્કોર 210/0
IPL 2022ની 66મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. LSGના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમે 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન કર્યા છે. જેમાં ઓપનર ક્વિન્ટન ડી કોકે 140* અને કેપ્ટન કેએલ રાહુલે 68* રનની ઈનિંગ રમી IPL ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ નોંધાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...