• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Question: You Throw The Ball So Fast, What Do You Take In Your Diet? Umran: Nothing. I Only Eat Lentil Bread At Home

ઉમરાન મલિકનો ઈન્ટરવ્યુ:સવાલ- તમે બોલિંગ આટલી ફાસ્ટ કરો છો, ડાયેટમાં શું લો છો? ઉમરાન- કંઈ નહીં, હું ઘરની દાળ-રોટલી જ ખાઉં છું

સ્પોર્ટ્સ ડેસ્ક23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરાને કહ્યું- દુનિયાનો કોઈપણ બેટ્સમેન હોય, બસ હું તેને આઉટ કરવા માંગું છું.

IPL 15માં 157 kmphની ઝડપે બોલિંગ કરનાર ઉમરાન મલિકની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા સામેની હોમ ટી-20 સીરીઝમાં જમ્મુ એક્સપ્રેસ ઉમરાન ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે. સીરીઝની શરૂઆત પહેલા જ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું હતું કે અમે અમારા દેશમાં ઉમરાન જેવા ઘણા ફાસ્ટરોનો સામનો કર્યો છે. ઉમરાન અમારા માટે ખતરો નથી. આ મુદ્દે ભાસ્કરે ઉમરાનની અત્યાર સુધીનાં તેમની યાત્રા વિશે ખાસ વાતચીત કરી છે. વાંચો ભાસ્કરનો ઉમરાન મલિકનો એક્સક્લુસિવ ઇન્ટરવ્યુ...

સવાલ: તમે આટલી ઝડપી ગતિએ બોલિંગ કરો છો, તેના માટે તમે શું ડાયેટ લો છો?

ઉમરાન: કંઈ નહીં, હું ફક્ત ઘરની દાળ અને રોટલી ખાઉં છું અને કોઈ વધારાનું ડાયેટ લેતો નથી. હું નિયમિત પ્રેક્ટિસ કરું છું. હું દરરોજ 10થી 15 ઓવર બોલિંગ કરું છું.

સવાલઃ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું છે કે અમે ઉમરાન જેવા ઘણા ફાસ્ટ બોલરોનો સામનો કર્યો છે. અમારા માટે તે કોઈ ખતરો નથી. આ અંગે તમારું શું કહેવું છે?

ઉમરાન: હું તેમના કેપ્ટન વિશે કંઈ કહેવાનો નથી. ઈન્શાઅલ્લાહ, જો મને રમવાની તક મળશે તો હું 150 અને તેનાથી વધુ ઝડપે બોલિંગ કરીશ અને મારી ટીમને જીત અપાવીશ.

સવાલઃ T20 વર્લ્ડ કપ યોજાવાનો છે, લોકો કહી રહ્યા છે કે બાબર આઝમ અને તમારી વચ્ચે યુદ્ધ જોવા મળશે. તમે તેના વિશે શું વિચારો છો?

ઉમરાન: જ્યારે અમે એકબીજાની સામે આવીશું ત્યારે જોવા મળશે. તે પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને હું પણ મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું મારી ટીમને જીતાડવા માટે રમીશ. હું મેદાન પર તેને જોઈશ.

ઉમરાન મલિક IPL 2022માં ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર હતો.
ઉમરાન મલિક IPL 2022માં ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર હતો.

સવાલઃ તમે આખી આઈપીએલમાં 150થી વધુની સ્પીડથી બોલિંગ કરી છે, તેની જર્ની કેવી રહી, તમને ક્યારે લાગ્યું કે તમે આટલી ઝડપી બોલિંગ કરી શકો છો?

ઉમરાનઃ મને આ ઝડપ વિશે ત્યારે ખબર પડી જ્યારે હું IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે નેટ બોલર હતો. પહેલાં હું અંડર-19 અને અંડર-23 માટે J&K ટીમમાં રમ્યો હતો, પરંતુ મને ઘણી મેચોમાં તક મળી ન હતી. મારી ઝડપના કારણે હું પહેલા હૈદરાબાદની ટીમમાં અને પછી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શક્યો હતો.

સવાલઃ તમને બેટ્સમેનને બાઉન્સ કરીને ડરાવવો કે આઉટ કરવામાં વધું મજા આવે છે? કયો બેટ્સમેન તમારો ફેવરિટ છે અને તમે કયા બોટ્સમેનને આઉટ કરવા માંગો છો?

ઉમરાનઃ મને બેટ્સમેનને આઉટ કરવામાં ખુબ જ મજા આવે છે. દુનિયાનો કોઈપણ બેટ્સમેન હોય, બસ હું તેને આઉટ કરવા માંગું છું. આમ તો વિરાટ ભાઈ મારા ફેવરિટ બેટ્સમેન છે. મારું એક જ સપનું છે કે હું મારા દેશ માટે રમવા માંગું છું.

સવાલ: લોકો કહે છે કે તમે વકાસ યુનુસની જેમ બોલિંગ કરો છો, અમે તે જાણવા માંગીએ છીએ કે તમે કયા બોલરને પોતાનો આદર્શ માનો છો?

ઉમરાન: હું વકાસ યુનુસને ફોલો કરતો નથી. મારી બોલિંગ એકશન નેચરલ છે. મારા આદર્શ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર છે. હું ઘણાં સમયથી જ તેમને ફોલો કરતો આવ્યો છું.

ઉમરાન મલિકે IPL 2022માં સોથી ફાસ્ટ બોલિંગ કરનાર ભારતીય બોલર બન્યો હતો.
ઉમરાન મલિકે IPL 2022માં સોથી ફાસ્ટ બોલિંગ કરનાર ભારતીય બોલર બન્યો હતો.

સવાલ: IPLમાં કયા ખેલાડીની વિકેટ લેવામાં મજા આવી અને ફેવરીટ અભિનેતા કોણ છે?

ઉમરાન: શ્રેયસ અય્યર,નીતીશ રાણા અને જોસ બટલરની વિકેટ ઝડપીને ખુશી થઈ. હું ફિલ્મો જોતો નથી.

અન્ય સમાચારો પણ છે...