ઓડિયન સ્મિથની રાક્ષસી છીંક:પંજાબની સમગ્ર ટીમને ધરાશાયી કરી દીધી, ઓફફિલ્ડ PBKSના પ્લેયર્સની મસ્તીનો વીડિયો વાઈરલ

એક મહિનો પહેલા

પંજાબ કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા ખુલ્લા તો છે, પરંતુ તેની માટે ખૂબ જ સંઘર્ષ કરવો જરુરી છે. આવી પરિસ્થિતિમાં ઓડિયન સ્મિથની મસ્તીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઓડિયન સ્મિથની એક છિંકથી પંજાબની સમગ્ર ટીમ તાશના પત્તાની જેમ પડી જાય છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ 10 સેકેન્ડના આ વીડિયોમાં પંજાબ કિંગ્સના પ્લેયર ઓડિયન સ્મિથની છિંક પર જમીન પર પડતા નજરે આવી રહ્યા છે. સ્મિથ આરામથી ચાલતો આવે છે અને પછી સામે જોઈને જોરથી છીંકે છે.

વીડિયોની જેમ પંજાબના બેટર દિલ્હીના બોલરો સામે પણ ધરાશાયી
યુઝર્સે ટ્વિટ કરાયેલા વીડિયોને જોયા બાદ પંજાબ કિંગ્સની ખૂબ મજાક ઉડાવી. ફેન્સે કહ્યું કે જેવી રીતે અહીં ખેલાડી પડી રહ્યા છે, તેવી જ રીતે તમારા બેટર્સ પણ વિકેટ ખોઈ રહ્યા છે. ફેન્સનો અંદાજો સાચો સાબિત થયો અને PBKS દિલ્હી વિરુદ્ધ મેચ ગુમાવી બેઠી.

IPL 15ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીની ટીમે પંજાબને 17 રનથી હરાવ્યું હતું. DC માટે શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. પંજાબ તરફથી જીતેશ શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 34 બોલમાં 44 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.

અન્ય સમાચારો પણ છે...