રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં જીતેશ શર્માએ PBKS તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે મેચમાં માત્ર 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ચોગ્ગો તો એક પણ ન ફટકાર્યો પરંતુ ત્રણ સિક્સર જરુર ફટકારી હતી. જીતેશનો સ્ટ્રાઈક રેટ 152.94 હતો. જીતેશ સારી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ જે શોટ પર તે આઉટ થયો તે ખૂબ જ રમુજી હતો.
15મી ઓવરમાં આઉટ થયો જીતેશ
ચેન્નઈ માટે મેચની 15મી ઓવરમાં ડ્વેન પ્રિટોરિયસ કરવા આવ્યો હતો. જીતેશ પ્રથમ ચાર બોલ પર કોઈ મોટો શોટ રમી શક્યો ન હતો. જેથી તેના પર થોડું દબાણ આવ્યું. પાંચમા બોલ પર જીતેશ કંઈક નવુ કરવા ગયો. પ્રિટોરિયસે ફુલ લેન્થ બોલ નાખ્યો, બોલમાં બિલકુલ ગતિ નહોતી. જીતેશ બોલને થર્ડ મેન બાઉન્ડ્રીની બહાર મોકલવા માંગતો હતો અને આ માટે તેણે એવો હાસ્યાસ્પદ શોટ રમ્યો, જેને જોઈને કોમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા.
જીતેશ કંઈક અલગ કરવા માંગતો હતો, પરંતુ બોલમાં ગતિ ન હોવાને કારણે તે રોબિન ઉથપ્પાના હાથે કેચ થઈ ગયો હતો. હવે તેનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
જીતેશે મેચમાં શાનદાર રિવ્યુ પણ લીધો
જીતેશ શર્માએ પહેલા બેટિંગ કરી, પછી વિકેટ કીપિંગ દરમિયાન તેના એક નિર્ણયે પંજાબની જીત નિશ્ચિત કરી. 17.1 ઓવરમાં રાહુલ ચાહરના બોલ પર ધોનીનો શોટ સીધો જિતેશ શર્માના ગ્લોવમાં ગયો, પરંતુ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો.
આ પછી જીતેશે તરત જ રિવ્યુ લેવાનો સંકેત આપ્યો અને પંજાબના કેપ્ટન મયંકે પણ એવું જ કર્યું. ધોની પોતે પણ મૂંઝવણમાં હતો, પરંતુ થર્ડ અમ્પાયરે રિપ્લે જોતા જ સ્પષ્ટ થયું કે બોલ બેટ સાથે અથડાયો હતો. આવી સ્થિતિમાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો અને CSKની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ ગઈ અને પંજાબની જીત સુનિશ્ચિત થઈ ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.