• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Punjab Won Due To Odin's Aggressive Innings After Two Lives; Herschel Missed A Run Out Chance If Anuj Missed The Catch

RCBની હારના કારણો:બે જીવનદાન બાદ ઓડિયનની આક્રમક ઈનિંગના કારણે જીત્યું પંજાબ; અનુજે કેચ છોડ્યો તો હર્ષલે રન આઉટ ચાન્સ મિસ કર્યો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ કિંગ્સે રવિવારે IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. બેંગ્લોરે પંજાબને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબે 19 ઓવરમાં જ તેને ચેઝ કરી દીધો. છેલ્લી ઓવરમાં ઓડિયન સ્મિથે 312.50ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી અણનમ 25 રનની તોફાની ઇનિંગ રમીને પંજાબને જીત અપાવી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સ અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ મેચની 17મી ઓવરમાં RCBએ સ્મિથને બે સરળ જીવનદાન આપ્યા અને અહીંથી આખી મેચ બદલાઈ ગઈ.

ટર્નિંગ પોઈન્ટ- બેંગ્લોરે 17મી ઓવરમાં વિકેટ લેવાની 3 તકો ગુમાવી
બેંગ્લોરે ઈનિંગની 17મી ઓવરમાં વિકેટ લેવાની 3 તકો ગુમાવી હતી. ઓવરના ચોથા બોલ પર, અનુજ રાવતે ડીપ એક્સ્ટ્રા કવર પર ઓડીયન સ્મિથનો સરળ કેચ છોડ્યો. શાહરૂખ ખાને આગલા બોલ પર ડ્રાઇવ કરીને બે રન બનાવ્યા. દરમિયાન, ઓડિયન રન આઉટ થવાથી બચી ગયો. હર્ષલ પટેલના હાથમાં બોલ હતો, પરંતુ તે રનઆઉટ ન કરી શક્યો. ઓવરના છેલ્લા બોલ પર લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા ડેવિડ વિલીએ શાહરૂખ ખાનનો કેચ છોડ્યો હતો. મેચમાં બંને વચ્ચે 25 બોલમાં 52 રનની પાર્ટનરશિપ થઈ હતી અને પંજાબે આસાનીથી મેચ જીતી લીધી હતી.

14મી ઓવરમાં શાનદાર કેચ કરી હિરો બન્યો હતો અનુજ
આ પહેલા 14મી ઓવરમાં અનુજે લિયામ લિવિંગસ્ટોનનો શાનદાર કેચ પકડ્યો હતો. આકાશ દીપના બોલ પર લિવિંગસ્ટોન બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવા માગતો હતો, પરંતુ અનુજે શાનદાર જમ્પ લગાવીને કેચ પકડી લીધો. જોકે, 14મી ઓવરમાં હીરો બનેલા અનુજે 17મી મેચમાં કેચ છોડ્યો અને RCBની હારનો સૌથી મોટો વિલન બન્યો.

ઓડિયન અને શાહરૂખ પંજાબને જીતઅપાવી પંજાબના ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાને RCBના ખેલાડીઓની ભૂલનો ફાયદો ઉઠાવ્યો. સ્મિથે 8 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. આ સાથે જ શાહરૂખે 120ના સ્ટ્રાઈક રેટથી 24 રન બનાવ્યા. બંને જીતના હીરો હતા, કારણ કે બંને બેટ્સમેનોએ મુશ્કેલીના સમયમાં પંજાબની ઈનિંગ્સને સંભાળી હતી, અને જીત નિશ્ચિત કરી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 52 રનની પાર્ટનરશીપ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...