તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL પણ PSLના માર્ગે અગ્રેસર:6 ખેલાડીઓ પોઝિટિવ આવતા PSL રદ કરાઈ હતી, IPLમાં અત્યાર સુધી 7 ખેલાડી સંક્રમિત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • KKR વિરૂદ્ધ મેચ રમતા હવે અન્ય ટીમને ડર લાગી રહ્યો છે

IPL 2021ની 14મી સીઝન પર સંકટના વાદળો છવાઈ ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સનાં 2 ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પોઝિટિવ આવ્યાં હતા. જેના પરિણામે સોમવારે યોજાનારી કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની મેચને પણ સ્થગિત કરવામાં આવી છે. IPLમાં અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એ જોતા લાગે છે કે આ સીઝનની હાલત પણ PSL જેવી ન થઈ જાય, કારણે કે ગત સીઝનમાં પાકિસ્તાન સુપર લીગના 6 ખેલાડી સહિત 8 લોકોને કોવિડ પોઝિટિવ આવતા આખી લીગને સ્થગિત કરવામાં આવી હતી. IPL-2021 સીઝનની શરૂઆતથી અત્યાર સુધી 7 ખેલાડીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.

અત્યારસુધી IPLના 7 ખેલાડીઓ સંક્રમિત
રિપોર્ટના આધારે, વરૂણ અને વોરિયરના પહેલા નીતીશ રાણા (KKR), અક્ષર પટેલ (DC), ડેનિયલ સેમ્સ (RCB), એનરિક નોર્ખિયા (DC) અને દેવદત્ત પડ્ડિકલ (RCB) પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે આ લોકો લીગની શરૂઆતમાં પોઝિટિવ થયા હતા અને એ સમયે આઈસોલેશનમાં હતા.

PSLમાં બોયો બબલની બહાર આવ્યા હતા ખેલાડી, IPLમાં વરૂણ ગ્રીન પાસ લઈને નીકળ્યો હતો
પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જલ્મી ટીમના કોચ ડેરેન સેમી અને કેપ્ટન વહાબ રિયાઝ બાયો બબલને તોડીને ટીમના માલિકને મળવા માટે ગયા હતા. IPLમાં KKRનો ખેલાડી વરૂણ ચક્રવર્તી પણ ગ્રીન પાસ લઈને સ્કેન કરાવવા માટે બાયો બબલની બહાર આવ્યો હતો. જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે એને આ સમય દરમિયાન વાયરસનો ચેપ લાગ્યો હશે. વરૂણ પછી વોરિયરને ચેપ લાગ્યો હતો, જોકે રાહતની વાત એ સામે આવી હતી કે કોલકાતાના બીજા તમામ ખેલાડીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

PSLમાં પણ એક જ મેચ સ્થગિત કરાઈ હતી, પછી લીગ રદ કરવી પડી
જેવી રીતે IPLમાં અત્યારે KKR vs RCBની એક મેચ સ્થગિત કરાઈ છે, એમ જ PSLમાં કરાયું હતું. પરંતુ પરિસ્થિતિમાં સુધારો ન આવતા આખી લીગને રોકવી પડી હતી. અત્યારે IPLમાં વેન્યૂ અંગે ચર્ચાઓ થવા લાગી છે, જેમાં કોઈપણ 2 સ્થળ પર જ મેચનું આયોજન કરાય એવી વાત સામે આવી છે. PSLમાં ચર્ચાઓ થઈ હતી કે દરેક મેચ લાહોરમાં યોજાય, જે સંભવ થઈ શક્યું નહોતું.

અન્ય ટીમને KKR વિરૂદ્ધ મેચ રમવામાં ડર લાગી રહ્યો છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે KKR વિરૂદ્ધ મેચ રમવા માટે અન્ય ટીમ તૈયાર નથી, તેઓને કોરોના સંક્રમણનો ભય લાગી રહ્યો છે. એવામાં કોલકાતાના મેનેજમેન્ટ ટીમ સામે એક નવી સમસ્યા ઊભી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...