તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Possibility Of Tournament In September October, England's First Tour Of Pakistan In 15 Years May Be Canceled Or Postponed

IPL વિંડો માટે પાકિસ્તાન બનશે નિશાન:સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટૂર્નામેન્ટની શક્યતા, 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડનો પ્રથમ પાકિસ્તાન પ્રવાસ રદ અથવા ટળી શકે છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે IPL ન યોજાય તો BCCIને 2500 કરોડનું નુકશાન થઈ શકે છે

કોરોનાને કારણે IPL 2021 સિઝન 2 મેના રોજ અધવચ્ચે જ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ફક્ત 29 મેચ જ થઈ છે અને 31 મેચ બાકી છે. આવી સ્થિતિમાં IPLને પૂર્ણ કરવા માટે BCCI લગભગ 20 દિવસની વિંડો શોધી રહ્યું છે. ચુસ્ત શેડ્યૂલ અને કોરોનાને કારણે આ વિંડો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હોવાની પૂરી સંભાવના છે. કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ UAE અથવા ઇંગ્લેન્ડમાં રમાઈ શકે છે. તેથી જો તેમ થાય તો પાકિસ્તાનને મોટું નુકસાન થઈ શકે છે.

ખરેખર, ઇંગ્લેન્ડે પોતાના આંગણે જ ટીમ ઈન્ડિયા સાથે 4, 12, 25 ઓગસ્ટ, 2 અને 10 સપ્ટેમ્બરે 5 ટેસ્ટ રમવાની છે. ત્યાર બાદ ઇંગ્લિશ ટીમે પાકિસ્તાનના પ્રવાસ પર 14 અને 15 ઓક્ટોબરના રોજ કરાચીમાં 2 ટી-20 રમવાની છે. એવામાં જો આ બંને સિરીઝ વચ્ચે IPL યોજાય છે, તો ઇંગ્લેન્ડની ટીમ કોરોના વચ્ચે વધારે ભાગદોડ કરવા માંગશે નહીં અને તે પોતાનો પાકિસ્તાન પ્રવાસ મુલતવી રાખશે અથવા તો રદ કરી શકે છે.

ઓક્ટોબરમાં ટી-20 વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. 18 ઓક્ટોબરથી 10 નવેમ્બરની વચ્ચે વર્લ્ડ કપ યોજાય તેવી સંભાવના છે. એવામાં ઇંગ્લેન્ડની ટીમ માટે ભારતથી ટેસ્ટ સિરીઝ, પછી IPL, ત્યાર બાદ પાકિસ્તાન જવું અને ટી-20 રમવું. આ બધું અત્યંત મુશ્કેલ રહેશે.

ઇંગ્લેન્ડે 15 વર્ષથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી
જો ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન જાય છે, તો તે 15 વર્ષ પછી તેનો પ્રથમ પ્રવાસ હશે. આ અગાઉ ઈંગ્લેન્ડની ટીમે નવેમ્બર-ડિસેમ્બર 2005માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારે પાકિસ્તાને 2-1 થી ટેસ્ટ અને 3-2 થી વનડે સિરીઝમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

IPL ન થવાને કારણે 2500 કરોડના નુકશાનનીની શક્યતા
જો આ વર્ષે IPL ન યોજાય તો BCCIને 2000 થી 2500 કરોડનું નુકશાન થઈ શકે છે. બોર્ડ આ ટૂર્નામેન્ટ યોજવા માટે 20 દિવસની વિંડો શોધી રહ્યું છે. આ વિંડો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ પછી સરળતાથી મળી શકે છે. જો આવું થાય, તો ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરના છેલ્લા અને ઓક્ટોબરની શરૂઆતના 2 સપ્તાહની અંદર જ યોજાઈ શકે છે.

IPL અને વર્લ્ડ કપ એક સાથે UAEમાં થવો મુશ્કેલ
ઓક્ટોબરમાં જ ભારતને ટી-20 વર્લ્ડ કપનું આયોજન પણ કરવું પડશે. કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ શકે છે. આ સાથે, IPL પણ વર્લ્ડ કપની સાથે UAEમાં યોજાવાની વાત ચાલી રહી છે. જ્યારે નિષ્ણાતો માને છે કે IPL અને વર્લ્ડ કપ એક સાથે UAEમાં યોજાશે, બીજી ટૂર્નામેન્ટની મધ્યમાં પિચ ખૂબ ધીમી થઈ જશે.

જો ભારતને બદલે UAEમાં IPL અને ટી-20 વર્લ્ડ કપ યોજાય, તો પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ ત્યાં જ 2 ટી-20ની સિરીઝ રમી શકે છે. પાકિસ્તાન બોર્ડ આવું નહીં ઈચ્છે. તે વર્લ્ડ કપ પછી ઇંગ્લેન્ડને પાકિસ્તાનના પ્રવાસ માટે આમંત્રણ આપી શકે છે. જો કે, ત્યારે એશિઝ શ્રેણીને કારણે, ઇંગ્લેન્ડનું આમ કરવું શક્ય નહીં બને.

4 ઇંગ્લિશ ક્લબ દ્વારા IPL યોજવાનો પ્રસ્તાવ મુકાયો
ઇંગ્લેન્ડમાં ટૂર્નામેન્ટ થવાની અપેક્ષા વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ભારતીય ટીમને 5 ટેસ્ટની સિરીઝ માટે ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવાનું છે. એવામાં ટીમ ઇન્ડિયા તે જ ટેસ્ટ સિરીઝ બાદ સપ્ટેમ્બરના છેલ્લા 2 અઠવાડિયામાં IPL પણ રમી શકે છે. જો કે, ઇંગ્લેન્ડમાં કોરોનાની અસર ઓછી છે. અન્ય દેશોના ખેલાડીઓ પણ ત્યાં આવવાનો ઇનકાર કરશે નહીં. તેમજ ઇંગ્લેંડની 4 કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સુરે, વોરવિકશાયર અને લંકાશાયરે પણ IPLની દરખાસ્ત કરી છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં IPL શક્ય નહીં
આ વર્ષે IPLની બાકીની 31 મેચ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં એક વિંડો મળી શકે છે, પરંતુ આ શક્ય નહીં બને. આ દરમિયાન, ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં એશિઝ શ્રેણી રમવાની છે. સાથે જ આગામી IPL સિઝન માટે પણ મેગા હરાજી કરવાની રહેશે. આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું શક્ય નહીં બને.

પીટરસન ઈચ્છે છે કે UKમાં યોજાય IPL
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન પણ ઈચ્છે છે કે IPLની બાકીની 31 મેચ યુનાઇટેડ કિંગડમ (UK)માં યોજાય. તેમણે બેટવેને લખેલી કોલમમાં કહ્યું હતું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ પછી, લગભગ 20 દિવસની વિંડો હાજર છે. આ દરમિયાન IPL યોજી શકાય છે. મેં લોકોને વાત કરતા જોયા છે કે UAE IPL માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ મને લાગે છે કે UK શ્રેષ્ઠ રહેશે. ભારત અને ઇંગ્લેન્ડના ટોપ-મોસ્ટ ખેલાડીઓ પણ તૈયાર રહેશે.