- Gujarati News
- Sports
- Cricket
- Ipl
- Photo Story Jadeja Hit The Bat On The Helmet; Mystery Girl Discussion Center Including Bollywood Actress, Golden Boy Got Rs 1 Crore
CSK v/s KKRની મેચ તસવીરોમાં:ધોનીની વિન્ટેજ ઈનિંગે ફેન્સના દિલ જીત્યા; બોલિવૂડ અભિનેત્રી સહિત મિસ્ટ્રી ગર્લ ચર્ચાનું કેન્દ્ર રહ્યા, ગોલ્ડન બોયને રૂ. 1 કરોડ મળ્યા
શનિવારે IPL 2022ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેને 9 બોલ પહેલા સ્કોર ચેઝ કરી KKRએ 6 વિકેટથી મેચ જીતી લીધી છે. આના પ્રિમેચ શોમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટની, કેટરીનાએ ફેન્સને ખાસ સંદેશો આપ્યો છે. તો બીજી બાજુ ચેન્નઈએ બેક ટુ બેક વિકેટ ગુમાવી તથા મેદાન વચ્ચે પ્રેશરમાં આવી જતા જાડેજાએ હેલ્મેટ પર બેટ માર્યું હતું. એટલું જ નહીં કોલકાતાના વિકેટ કીપર શેલ્ડને ધોનીને સ્ટમ્પિંગ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ચલો આપણે પહેલી મેચના આવાજ રસપ્રદ કિસ્સાઓ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....
- ઉમેશે આ સિઝનનો પહેલો બોલ નો બોલ નાખ્યો હતો, જોકે ગાયકવાડ ફ્રી હિટનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. પહેલી ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવે ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો.
- ઋતુરાજને ગત ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ મળી હતી. તે પહેલી મેચમાં 0 રન કરી આઉટ.
- IPL 15ની પહેલી બાઉન્ડ્રી 10 બોલ પછી વાગી હતી. રોબિન ઉથપ્પાએ શિવમ માવીની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો.
- આ સિઝનની સૌથી પહેલી સિક્સ રોબિન ઉથપ્પાએ મારી છે, જ્યારે પહેલી વિકેટ ઉમેશ યાદવે લીધી છે.
IPL ફેન્સને બોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ, દિશા પટની અને આલિયા ભટ્ટે ખાસ સંદેશો આપ્યો છે
કોલકાતાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
BCCIએ ટોક્યો ઓલિમ્પિકના હીરોઝનું સન્માન કર્યું..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
કોમેન્ટેટર તરીકે પહેલી મેચમાં તે ભાવુક થયો; વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
હરભજન અને આકાશ ચોપરાએ સુરેશ રૈનાને કોમેન્ટ્રી કરતા પહેલા ડેબ્યૂ કેપ આપી હતી
IPL-15ની પહેલી મેચમાં બંને ટીમ મેદાનમાં ઉતરી હતી
ચાલુ મેચમાં મિસ્ટ્રી ગર્લે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉમેશ યાદવે પહેલી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડની વિકેટ લીધી હતી
વરુણ ચક્રવર્તીએ રોબિન ઉથપ્પાને આઉટ કર્યો હતો. તેણે 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ લીધી હતી
ધોની બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે બધા ફેન્સે તેને ચિયર કર્યો હતો
શેલ્ડન જેક્સને મહેન્દ્ર સિંહ ધોનીનું સ્ટમ્પિંગ કરવાના પ્રયત્નો કર્યા હતા
ધોનીએ 38 બોલમાં ફિફ્ટી ફટકારી ચેન્નઈને 131 રનના સ્કોર સુધી લઈ ગયો હતો.
સૌરવ ગાંગુલી અને જય શાહે પહેલી મેચમાં હાજરી આપી હતી
IPL-15ની પહેલી મેચ જોવા માટે ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને હાજરી આપી હતી
કોલકાતાએ 9 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 6 વિકેટથી મેચ જીતી લીધી છે