• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • People Wrote A Term On Dan Christian's Pregnant Wife's Instagram Post About Poor Performance From RCB In The Eliminator Match; Maxwell Hesitated

ફેન્સની ખરાબ કરતૂત:એલિમિનેટર મેચમાં RCB તરફથી ખરાબ પ્રદર્શન બાબતે લોકોએ ડેન ક્રિશ્ચિયનની પ્રેગનેન્ટ પત્નીની ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટ પર ગાળો લખી; મેક્સવેલ અકળાયો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો- સોશિયલ મીડિયા - Divya Bhaskar
ફોટો- સોશિયલ મીડિયા

IPL 2021માં કોલકાતા નાઈટ રાયડર્સ વિરુદ્ધ એલિમિનેટર મુકાબલો હારતાની સાથે જ વિરાટ કોહલીની ટીમ RCBનું આ વર્ષે IPL જીતવાનું સપનું ફરી પૂરુ ન થઈ શક્યું. આ હાર બાદ લોકો RCBને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે. એલિમિનેટરમાં ખરાબ પ્રદર્શન કરનાર ડેન ક્રિશ્ચિયનની પ્રેગનન્ટ પત્નીની ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટ પર લોકો ગાળો લખી રહ્યા છે. મેક્સવેલે RCBના ટ્રોલર્સને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. અને દીલથી સાથ આપનારા ફેન્સનો આભાર પણ માન્યો છે.

વિકૃત ફેન્સે ડેન ક્રિશ્ચિયનની પ્રેગનન્ટ પત્નીની પોસ્ટ પર ગાળો લખી
એલિમિનેટર મેચમાં ખરાબ પ્રદર્શનના કારણે કેટલાક ફેન્સે RCBની હારનો ગુસ્સો ડેન ક્રિશ્ચિયનની પત્નીની ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરીને કાઢ્યો હતો. ભારતીય ફેન્સે તે પોસ્ટનું કમેન્ટ સેક્શન ગાળોથી ભરી દીધું હતું. જોકે બાદમાં એ કમેન્ટ્સ ડીલીટ કરીને હાલ તે પોસ્ટ પર કમેન્ટ થઈ શકતી નથી. ઉલ્લેખનીય છે કે ડેન ક્રિશ્ચિયનની પત્ની હાલ પ્રેગનેન્ટ છે અને આ પ્રકારની કરતૂતથી તેના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પોતાની પત્નીની પોસ્ટ પર આ પ્રમાણે થતી પોસ્ટ પર દુ:ખી થઈ ક્રિશ્ચિયને પોતાની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે લોકોએ મારી પત્નીની કમેન્ટ સેક્શનમાં ગાળો ભાંડી છે, મહેરબાની કરીને તેને ક્રિકેટથી દૂર રાખો તેનો કોઈ વાંક નથી.

ડેન ક્રિશ્ચિયને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આ પોસ્ટ કરી હતી
ડેન ક્રિશ્ચિયને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આ પોસ્ટ કરી હતી

તેની સાથે તેણે પોતાના નામથી બનેલા ફેક અકાઉન્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં તેના નામના ફેક અકાઉન્ટ્સ બનાવીને લોકો તેને ક્રિકેટ રમવાની ના પાડી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ટ્રોલર્સને મેક્સવેલે આપ્યો જડબાતોડ જવાબ
મેક્સવેલે એક સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું RCB માટે આ સીઝન સારી રહી. અમે ત્યાં સુધી ન પહોંચી શક્યા જ્યા અમે પહોંચવા માગતા હતાં. પરંતુ તેનો મતલબ એ નથી કે અમારા માટે આ IPL ખરાબ ગઈ હોય. તેમ છતા સોશિયલ મીડિયા પર લોકો ટીમને લઈને વાતો કરી રહ્યા છે તે શરમજનક છે. તે લોકોને સમજવું જોઈએ કે અમે પણ માણસ છે. જે દરેક દિવસે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યા છે. આવામાં હું તેમને એટલું જ કહેવા માગીશ કે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા વગર સારા માણસ બનો.

મેક્સવેલે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં આ લખ્યું હતું
મેક્સવેલે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં આ લખ્યું હતું

આગળ મેક્સવેલે કહ્યું RCBના સાચા ચાહકોને તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર. કેટલાક લોકો એવા છે જે સોશિયલ મીડિયાને પણ ડરામણી જગ્યા બનાવવા માંગે છે. તેને સહન કરી શકાતું નથી. હું તેમને વિનંતી કરીશ કે તેઓ આવું વર્તન ન કરે. જો તમે સોશિયલ મીડિયા પર મારા સાથી ખેલાડી અથવા મિત્ર સાથે દુર્વ્યવહાર કરશો, તો તમને બધા બ્લોક કરી દેશે. આવી પરિસ્થિતિમાં બેકાનની વાત કરવાનો શું મતલબ? તેવા લોકો માટે માફી માટે કોઈ સ્થાન નથી.

ટ્વિટર પર સાચા ફેન્સની કોઈને પણ અબ્યુસ ન કરવા અપીલ
ટ્વિટર પર #danchristian હેશટેગ ચાલી રહ્યું છે. લોકો અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ પ્લેયરની પત્નીને આ પ્રમાણે અબ્યુસ ન કરી શકાય. ક્રિકેટ માત્ર રમત છે અને ફોર્મમાં રહેવું, ન રહેવું ગેમનું એક પાસુ છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકટરો પણ આ બાબતે કમેન્ટ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...