IPL 2022માં કુલ 5 વારની ટાઈટલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનની સતત પાંચમી મેચ હારી ગયું છે. પંજાબ કિંગ્સે MIને 12 રનથી હરાવ્યું છે. તેવામાં 199 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રોહિતની ટીમ 20 ઓવરમાં 186 રન જ કરી શકી હતી. આ દરમિયાન MIના ડેવોલ્ડ બ્રેવિસ (49 રન) અને સૂર્યકુમાર યાદવ (43 રન) ફિફ્ટી ચૂકી ગયા હતા. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....
બ્રેવિસની તોફાની બેટિંગ
રાહુલ ચહરની 9મી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસે 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. બેબી ABના નામથી પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના બેટરે પોતાની તોફાની બેટિંગના આધારે આ ઓવરમાં 29 રન કર્યા હતા.
હિટમેન-ઈશાને નિરાશ કર્યા
રોહિત શર્મા અને ઈશાન કિશન મેચમાં શાનદાર ઈનિંગ રમી શક્યા નહોતા. આ દરમિયાન હિટમેન 17 બોલમાં 28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે ઈશાન કિશન 6 બોલમાં 3 રન કરી આઉટ થઈ ગયો હતો. તેવામાં બંને ઓપનરનું ખરાબ ફોર્મ ટીમને મુશ્કેલીમાં મુકી રહ્યું છે.
રોહિત બન્યો 10 હજારી
રોહિત શર્માએ આ મેચમાં ટૂંકી ઈનિંગના આધારે T20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો તે વિરાટ કોહલી પછી બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
જીતેશ 200 અને શાહરૂખે 250ના સ્ટ્રાઈક રેટથી રન કર્યા
છેલ્લી ઓવરમાં જીતેશ શર્મા અને શાહરૂખ ખાને આક્રમક પ્રદર્શન કર્યું હતું. જીતેશે માત્ર 15 બોલમાં 30 રન કર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. તે જ સમયે, શાહરૂખે માત્ર 6 બોલમાં 15 રન કર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 250 હતો.
લિવિંગસ્ટોન બુમરાહનો યોર્કર સમજી ન શક્યો
IPL 2022માં પંજાબના બેટર લિયમ લિવિંગસ્ટોન, જે શાનદાર ફોર્મમાં હતા, તેને જસપ્રીત બુમરાહે 143 kmphની ઝડપે યોર્કર બોલથી ક્લીન બોલ્ડ કર્યો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે લિયમને ડિફેન્ડ કરવાની પણ કોઈ તક મળી નહોતી. લિવિંગસ્ટોનને બોલિંગ કર્યા પછી જસપ્રિતે જે પ્રતિક્રિયા આપી તે પણ અદભૂત હતી.
મયંક ફિફ્ટી ફટકારી આઉટ
PBKSના કેપ્ટન મયંક અગ્રવાલે મેચમાં તોફાની બેટિંગ કરતા માત્ર 32 બોલમાં 52 રન કર્યા હતા. તેવામાં મુરુગન અશ્વિને મયંકની ઇનિંગ્સનો અંત કર્યો હતો. અશ્વિને ઓફ-સ્ટમ્પ પર મયંકને ફુલર બોલ ફેંક્યો હતો, જેને મયંકે લોંગ ઓફ પર મારવા ગયો જતા તે કેચઆઉટ થયો હતો. મયંકનો કેચ સૂર્યકુમાર યાદવે પકડ્યો હતો.
તેવામાં પહેલી 4 મેચ હારી ચૂકેલી MI આ સિઝનમાં પોતાની પહેલી જીત મેળવવા મેદાનમાં ઉતરશે. બીજી બાજુ પંજાબે 4માંથી 2 મેચ જીતી છે. તેવામાં છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી પંજાબ પાસેથી જીત છીનવી લીધી હતી.
બંને ટીમની પ્લેઇંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.