તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • PBKS Vs DC , SRH Vs RR 28th & 29th IPL Match Photos Update; David Warner Jos Buttler Mayank Agarwal Deepak Hooda KL Rahul Prithvi Shaw Rishabh Pant Photos;

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLનો રોમાંચ:પિચ પર એક જ છેડે ભેગા થઈ ગયા મયંત અને હુડ્ડાનો વીડિયો વાઈરલ, વોર્નર પ્લેઈંગ-11થી બહાર થયા પછી વોટર બોય બન્યા

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPL 2021 સીઝનની 5મી ડબલ હેડર રવિવારે રમવામાં આવી હતી. પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે (RR) સનરાઈઝ હૈદરાબાદને (SRH) 55 રનથી હરાવ્યું હતું. આ મેચમાં હૈદરાબાદ ટીમના નવા કેપ્ટન કેન વિલિયમ્સની લીડરશીપમાં મેચ રમવામાં આવી હતી. જ્યારે વોર્નરએ 12માં ખેલાડીનો રોલ નીભાવ્યો હતો.

પ્લેઈંગ-11માં ના હોવા છતાં વોર્નરે સાથી ખેલાડીઓને પ્રોત્સાહન આપીને ફેન્સનું દિલ જીતી લીધુ હતું. તે ઉપરાંત ગ્રાઉન્ડમાં પોતાના જૂનિયર્સ ખેલાડીઓ માટે પાણી અને બેટ પણ પહોંચાડતા દેખાયા હતા. CSK સામે ગઈ મેચમાં મળેલી હાર પછી ટીમ મેનેજમેન્ટે તેમને કેપ્ટનમાંથી હટાવી દીધો હતો.

જ્યારે બીજી બાજુ દિલ્હી કેપિટલ્સ (DC)એ પંજાબ કિંગ્સ (PBKS)ને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પંજાબના બેટ્સમેનો વચ્ચે તાલમેલ ઓછો જોવા મળ્યો હતો. લોકેશ રાહુલની જગ્યાએ કેપ્ટન બનેલા મયંક અગ્રવાલે સારી બેટિંગ કરી હતી.

થર્ડ એમ્પાયરે હુડ્ડાને રન આઉટ કર્યો
થર્ડ એમ્પાયરે હુડ્ડાને રન આઉટ કર્યો

ઈનિંગની 14મી ઓવરમાં અક્ષર પટેલ બોલિંગ કરતાં હતા. આ જ ઓવરના ત્રીજા બોલમાં મયંકે કવર કરીને એક શોર્ટ માર્યો અને રન માટે દોડ્યો હતો. થ્રોના હિસાબ પ્રમાણે તે ડેન્જર એન્ડ પર દોડ્યો હતો અને બીજા છેડે દીપક હુડ્ડાએ તેના કેપ્ટનના કોલના આંખ આડા કાન કરી દીધા અને રન પૂરો કર્યા વગર જ પોતાના છેડે પરત પહોંચી ગયો. પરિણામે બંને એક જ છેડા પર ભેગા થઈ ગયા હતા અને દિલ્હીના અક્ષરે બહુ સરળતાથી બેલ્સ ઉડાડી દીધા હતા.

મયંક અને હુડ્ડા એક સાથે નોન સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચ્યા
મયંક અને હુડ્ડા એક સાથે નોન સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચ્યા

જોકે બંને બેટ્સમેનોમાંથી રન આઉટ કોણ થયું તે જાણવા ઓન ફિલ્ડ એમ્પાયરે ટીપી એમ્પાયરને કોલ કર્યો હતો. અંતે થર્ડ એમ્પાયરે દીપક હુડ્ડાને રન આઉટ કર્યો હતો.

રાજસ્થાન સામે મેચ પહેલાં બોલિંગ પ્રેક્ટિસ કરતાં ડેવિડ વોર્નર
રાજસ્થાન સામે મેચ પહેલાં બોલિંગ પ્રેક્ટિસ કરતાં ડેવિડ વોર્નર
હૈદરાબાદ સામે મેચ પહેલાં ફૂટબોલ પમતા રાજસ્થાનના ચેતન સકારિયા, ડેવિડ મિલર, જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ
હૈદરાબાદ સામે મેચ પહેલાં ફૂટબોલ પમતા રાજસ્થાનના ચેતન સકારિયા, ડેવિડ મિલર, જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ
પિચ વિશે વાત કરતી હૈદરાબાદની ટીમ, વીવીએસ લક્ષ્મણ, મુથૈયા મુરલીધરન અને ટોમ મૂડી
પિચ વિશે વાત કરતી હૈદરાબાદની ટીમ, વીવીએસ લક્ષ્મણ, મુથૈયા મુરલીધરન અને ટોમ મૂડી
રાશિદ ખાનને રાજસ્થાનનો પહેલો ઝટકો, તેણે યશસ્વીને LBW કર્યો, યશસ્વી 12 જ રન બનાવી શક્યો
રાશિદ ખાનને રાજસ્થાનનો પહેલો ઝટકો, તેણે યશસ્વીને LBW કર્યો, યશસ્વી 12 જ રન બનાવી શક્યો
સંજૂ સેમસનનો કેચ લેવાનો પ્રયત્ન કરતા હૈદરાબાદના સંદીપ શર્મા
સંજૂ સેમસનનો કેચ લેવાનો પ્રયત્ન કરતા હૈદરાબાદના સંદીપ શર્મા
રાજસ્થાનના કેપ્ટન સેમસને મસ્ત ઈનિંગ રમી. તેઓ 33 બોલમાં 48 રન બનાવીને આઉટ થયા
રાજસ્થાનના કેપ્ટન સેમસને મસ્ત ઈનિંગ રમી. તેઓ 33 બોલમાં 48 રન બનાવીને આઉટ થયા
જોસ બટલરે IPLમાં પહેલી સેન્ચ્યૂરી કરી, 64 બોલમાં 124 રનની ઈનિંગ રમ્યા
જોસ બટલરે IPLમાં પહેલી સેન્ચ્યૂરી કરી, 64 બોલમાં 124 રનની ઈનિંગ રમ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો