તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • PBKS Vs DC 29th IPL Match LIVE Score; Rishabh Pant KL Rahul Chris Gayle Prithvi Shaw Shikhar Dhawan| Ahmedabad Narendra Modi Stadium News | Punjab Kings Vs Delhi Capitals IPL 2021 Live Cricket Score Latest News Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DCએ PBKSને 7 વિકેટથી હરાવ્યું:દિલ્હીની ટીમે 8 મેચમાં છઠ્ઠી જીત પ્રાપ્ત કરી, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું; મયંકના 99 રન પર ધવનની ફિફ્ટી ભારે પડી

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
શિખર ધવને IPLમાં 44મી ફિફ્ટી નોંધાવી હતી અને 47 બોલમાં 69* રન બનાવ્યા હતા. એણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. - Divya Bhaskar
શિખર ધવને IPLમાં 44મી ફિફ્ટી નોંધાવી હતી અને 47 બોલમાં 69* રન બનાવ્યા હતા. એણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.

IPL 2021 સીઝનનો સેકન્ડ લેગ શરૂ થઈ ગયો છે. સેકન્ડ લેગની પ્રથમ અને સીઝનની 29મી મેચ દિલ્હી અને પંજાબ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે દિલ્હીને જીતવા માટે 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં DCએ 3 વિકેટના નુકસાન પર 167 રન બનાવીને 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. PBKS સીઝનની પાંચમી મેચ હાર્યું છે. દિલ્હીએ 8 મેચમાંથી 6માં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયું છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

આ મેચમાં જીત પ્રાપ્ત કરીને દિલ્હી 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયું છે.
આ મેચમાં જીત પ્રાપ્ત કરીને દિલ્હી 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયું છે.

ધવનની મેચ વિનિંગ ઈનિંગ

 • શિખર ધવને 47 બોલમાં 69* રન બનાવ્યા હતા. એણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. દિલ્હીએ રન ચેઝમાં આક્રમક રૂપ ધારણ કર્યું હતું. પૃથ્વી શૉ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 63 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
 • ત્યારપછી હરપ્રીત બરારે પૃથ્વી શૉને બોલ્ડ કર્યો હતો. શૉએ 22 બોલમાં 39 રન બનાવ્યા હતા.
 • રિલે મેરેડિથે 13મી ઓવરમાં સ્મિથને આઉટ કર્યો હતો. જેમાં એણે 22 બોલમાં 24 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ અને શિખર ધવન વચ્ચે 48 રનની પાર્ટનરશિપ પણ નોંધાઈ હતી.
 • રિષભ પંત 11 બોલમાં 14 રન બનાવીને ક્રિસ જોર્ડનનો શિકાર થયો હતો. પંતે શિખર ધવન સાથે 36 રનની ભાગીદારી નોંધાવી હતી.
 • ત્યારપછી મેચમાં શિમરોન હેટમાયરે આવીને બેક ટુ બેક સિક્સ મારી હતી. હેટમાયરે 4 બોલમાં 16 રન બનાવ્યા હતા. જેમાં એણે 1 ચોગ્ગો અને 2 છગ્ગા માર્યા હતા.
મયંક અગ્રવાલે 58 બોલમાં 99 રન બનાવ્યા હતા.
મયંક અગ્રવાલે 58 બોલમાં 99 રન બનાવ્યા હતા.

પંજાબના કેપ્ટને મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી

 • પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે અંત સુધી ઈનિંગમાં બેટિંગ કરીને ટીમને એક ફાઈટિંગ ટોટલ બનાવવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મયંક અગ્રવાલે કેપ્ટન તરીકે પ્રથમ ફિફ્ટી મારી હતી. એણે 58 બોલમાં 99 રન બનાવ્યા હતા.
 • પંજાબની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ટીમે 17 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કગિસો રબાડાની ઓવરમાં પ્રભસિમરન સિંહ 16 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
 • 35 રન પર પંજાબની ટીમનો ધાકડ બેટ્સમેન ક્રિસ ગેઈલ પણ પેવેલિયન ભેગો થયો હતો, એણે 9 બોલમાં 13 રન બનાવ્યા હતા. પ્રથમ પાવર પ્લેમાં કગિસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી.
 • 87 રન પર પંજાબની ત્રીજી વિકેટ પડી હતી. સ્પિનર અક્ષર પટેલે ડેવિડ મલાનને (26 રન) બોલ્ડ કર્યો હતો. મલાને મયંક સાથે 47 બોલમાં 52 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
 • પંજાબે 14મી ઓવરમાં જ ચોથી વિકેટ ગુમાવી હતી. દીપક હૂડા 1 રન ભાગવાના ચક્કરમાં રનઆઉટ થયો હતો.
 • આવેશ ખાને શાહરૂખ ખાનને પેવેલિયન ભેગો કર્યો હતો. પંજાબે 129 રન પર પાંચમી વિકેટ ગુમાવી હતી. શાહરૂખ 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો.
 • ક્રિસ જોર્ડન પણ 3 બોલમાં 2 રન બનાવીને કગીસો રબાડાનો શિકાર થયો હતો.

પંજાબની ટીમે 3 ફેરફાર કર્યા
બન્ને ટીમના ટોપ-3 બેટ્સમેન પ્રશંસનીય ફોર્મમાં છે. પંતે ટીમમાં એકપણ ફેરફાર કર્યો નથી. જ્યારે પંજાબની ટીમમાં 2 ફેરફાર કરાયા છે. લોકશ રાહુલ બિમાર હોવાથી એની જગ્યાએ મયંક અગ્રવાસ ટીમમાં સામેલ થયો છે. આ મેચમાં મયંક કેપ્ટનશિપ કરશે. નિકોલસ પૂરનની જગ્યાએ ડેવિડ મલાનને ટીમમાં સામેલ કરાયો છે.

પંજાબનો કેપ્ટન રાહુલ હોસ્પિટલમાં દાખલ
મેચ પૂર્વે પંજાબના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પંજાબના ઈન ફોર્મ બેટ્સમેન અને કેપ્ટન રાહુલને શનિવારે રાતે પેટમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ડોકટરે એમને એપેન્ડિસાઈટિસ હોવાનું જણાવ્યું હતું, જેની સર્જરી કરવાની સલાહ ડોકટરે આપી હતી. જો સર્જરી કરવામાં આવશે તો રાહુલ આ IPLની સીઝનમાંથી બહાર થઈ જશે. આ સમગ્ર જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપવામાં આવી હતી. અત્યારે રાહુલ પાસે ઓરેન્જ કેપ છે. એણે 7 મેચમાં 331 રન બનાવ્યા છે.

બંને ટીમમાં 4-4 વિદેશી ખેલાડીઓ

 • DC: સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, કગિસો રબાડા
 • PBKS: ક્રિસ ગેઈલ, રાઈલી મેરિડિથ, ડેવિડ મલાન, ક્રિસ જોર્ડન

બંને ટીમની પ્લેઈંગ-11

 • PBKS: મયંક અગ્રવાલ (કેપ્ટન), ક્રિસ ગેઈલ, પ્રભસિમરન સિંહ, ડેવિડ મલાન, દીપક હુડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, રાઈલી મેરિડિથ, હરપ્રીત બરાર
 • DC: પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, રિષભ પંત(કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, ઈશાંત શર્મા, અક્ષર પટેલ, કગિસો રબાડા, લલિત યાદવ, આવેશ ખાન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો