IPL 2022ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી પંજાબ કિંગ્સને હરાવી દીધું છે. RR સામે 190 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમે 2 બોલ પહેલા ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. રાજસ્થાન માટે સૌથી વધુ રન યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. બીજી બાજુ પંજાબના અર્શદીપ સિંહે 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ લીધી હતી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...
રબાડાને બટલરે પહેલા ધોઈ નાખ્યો પછી આઉટ
રાજસ્થાન રોયલ્સની ઈનિંગની ચોથી ઓવર કરવા માટે કગિસો રબાડા આવ્યો હતો. પહેલા પાંચ બોલમાં જોસ બટલરે શાનદાર બેટિંગ કરી 20 રન કરી લીધા હતા. તેવામાં છેલ્લા બોલ પર રબાડાએ કમબેક કર્યું અને બટલરને કેચઆઉટ કરાવી પેવેલિયન ભેગો કરી દીધો હતો. બટલરની આ વિસ્ફોટક ઈનિંગ પૂરી થઈ જતા પંજાબની ટીમે કમબેક કરી લીધું હતું. તમને જણાવી દઈએ કે બટલરે 16 બોલમાં 30 રન કર્યા હતા.
ચહલની શાનદાર બોલિંગ
ભાનુકા રાજપક્ષેની વિકેટ લીધા પછી ચહલની સાથે તેની પત્ની ધનશ્રી પણ ચિયર કરતી જોવા મળી હતી. ભાનુકાએ આ મેચમાં 18 બોલમાં 27 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
બટલરનો શાનદાર કેચ
પંજાબના ઓપનિંગ બેટર શિખર ધવન રાજસ્થાન સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 16 બોલમાં 12 રન જ કરી શક્યો હતો. તેવામાં ધવન અશ્વિનની ઓવરમાં મિડઓન પર લોફ્ટેડ શોટ મારવા જતા બટલરે જંપ મારી એક હાથે શાનદાર કેચ પકડ્યો હતો.
બંને ટીમની પ્લેઇંગ-11
પંજાબે જોરદાર કમબેક કર્યું
પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલના નેતૃત્વમાં ટીમ જીતના માર્ગ પર પરત ફરી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી ધોનીની ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યા પછી પંજાબે ટેબલ ટોપર ગુજરાતને પણ હરાવી દીધું હતું. GTને આ હારથી બહુ ફરક પડ્યો નહોતો, પરંતુ આ મોટા માર્જિનની જીતે પંજાબના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હવે પંજાબનો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સારુ કામ કરી રહ્યો હોવાથી ટીમ વિનિંગ ટ્રેક પર પરત ફરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.