રજતની ઇનિંગથી LSG એલિમિનેટ:પાટીદારે તોફાની બેટિંગ કરી સદી ફટકારી, લખનઉના બોલર્સને સુપર જાયન્ટ જેવા છગ્ગા મારી ધોઈ નાખ્યા

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • IPLમાં સદી ફટકારનારા અનકેપ્ડ પ્લેયરમાં રજતની એન્ટ્રી

RCBનો યુવા બેટર રજત પાટીદાર એલિમિનેટર મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે આ મેચમાં વિરાટ અને કાર્તિક સાથે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાવી હતી. વળી, બીજી બાજુ પોતાની ટીમને સંકટમાંથી બચાવવાની સાથે શાનદાર સદી પણ ફટકારી હતી. તેની આ બેટિંગની સહાયથી જ બેંગલોર 207 રનનો સ્કોર નોંધાવી શક્યું હતું.

રજત પાટીદારે 54 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારી 112* રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન રજત અને વિરાટ વચ્ચે 46 બોલમાં 66 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. તો બીજી બાજુ, દિનેશ કાર્તિક અને રજત વચ્ચે પણ 41 બોલમાં 92* રનની વિસ્ફોટક પાર્ટનરશિપ થઈ હતી. આની સહાયથી IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું હતું.

પ્લેઓફમાં સદી ફટકારનારા ખેલાડી

 • વીરેન્દ્ર સેહવાગ- 122 રન v/s ચેન્નઈ (2014)
 • શેન વોટ્સન- 117* v/s હૈદરાબાદ (2018)
 • ઋદ્ધિમાન સાહા- 115* v/s કોલકાતા (2014)
 • મુરલી વિજય- 113 v/s દિલ્હી (2012)
 • રજત પાટીદાર- 112 v/s લખનઉ (2022)

IPLમાં સદી ફટકારનારા અનકેપ્ડ પ્લેયર

 • 120* પોલ વોલથાટી v/s ચેન્નઈ, 2011
 • 114* મનીષ પાંડે v/s ડેક્કન 2009
 • 101* દેવદત્ત પડ્ડિકલ v/s રાજસ્થાન 2021
 • 112* રજત પાટીદાર v/s લખનઉ 2022

રજતે કૃણાલની ​​એક ઓવરમાં 20 રન કર્યા

 • RCBની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં રજત પાટીદારે લખનઉના કૃણાલ પંડ્યાનો સામનો કર્યો હતો.
 • પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાટીદારે 20 રન કર્યા હતા.
 • જે ઓવરના પહેલા બોલ પર કોહલીએ સિંગલ લીધો અને પાટીદારને સ્ટ્રાઈક આપી, આ ઓવર પંડ્યા માટે દુઃસ્વપ્ન બની ગઈ.
 • પાટીદારે ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.
 • ચોથા બોલ પર એક છગ્ગો અને પાંચમા બોલ પર બીજો ચોગ્ગો ફટકારી પાટીદારે આક્રમક બેટિંગ કરી હતી.
 • છેલ્લા બોલ પર સિંગલ લઈને રજત પાટીદારે સ્ટ્રાઇક પોતાની સાથે રાખી હતી.
અન્ય સમાચારો પણ છે...