IPL 2022માં 18 એપ્રિલે રમાયેલી કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં અદ્ભૂત કેચ જોવા મળ્યો હતો. કોલકાતાની ફિલ્ડિંગ દરમિયાન પેટ કમિન્સ અને શિવમ માવીએ પાર્ટનરશિપમાં એવો કેચ પકડ્યો કે દર્શકો પણ જોતા રહી ગયા હતા. એટલું જ નહીં અત્યારે આ કેચ ઓફ ધ સિઝન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો ચલો આ શાનદાર પાર્ટનરશિપ કેચ પર નજર ફેરવીએ....
રિયાન પરાગનો કેચ પકડ્યો
કોલકાતાના પેટ કમિન્સે બાઉન્ડરી લાઈન પર ભાગતા રાજસ્થાનના બેટર શિવમ માવીનો કેચ પકડ્યો હતો. જોકે ત્યારપછી બાઉન્ડરી લાઈન સાથે સંપર્ક થાય એની પહેલા કમિન્સે લોન્ગ ઓનથી દોડીને આવતા શિવમ માવીને કેચ પાસ કર્યો હતો. આ દરમિયાન માવીએ પણ કૂદકો મારી એક હાથે શાનદાર કેચ પકડી લીધો હતો. બસ ત્યારપછી બંનેના આ પાર્ટરનશિપ કેચની ચર્ચા થવા લાગી હતી.
નરેનને વિકેટ મળી, પરાગ ચોંકી ગયો
સુનીલ નરેને 17.1 ઓવરમાં આ વિકેટ પોતાને નામ કરી હતી. પરંતુ આનો શ્રેય પેટ કમિન્સ અને શિવમ માવીને પણ મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે રિયાન પરાગે 3 બોલમાં 5 રન કર્યા હતા.
શનાયા કપૂરે પણ કેચની પ્રશંસા કરી
રાજસ્થાનની શાનદાર બેટિંગ
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની શરૂઆત વિસ્ફોટક રહી હતી. આ દરમિયાન જોસ બટલરની સદીની સહાયથી ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 217 રન કરી શકી હતી. તો બીજી બાજુ કોલકાતા સુનીલ નરેને 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.