• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Pak Bowler Akhtar Said Virat Considers Himself A Normal Player; Only Then Will The Run Take Place, Gavaskar's Shocking Statement

કોહલીને પૂર્વ ક્રિકેટર્સનું સૂચન:પાક.બોલર અખ્તરે કહ્યું- વિરાટ પોતાને સામાન્ય ખેલાડી સમજે; ત્યારે જ રન થશે, ગાવસ્કરનું પણ ચોંકાવનારું નિવેદન

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો IPL 2022માં ફ્લોપ શો ચાલુ છે. આ સિઝનમાં તે ત્રીજીવાર ગોલ્ડન ડક પેવેલિયન ભેગો થયો છે. રવિવારે હૈદરાબાદ સામેની મેચમાં ઈનિંગના પહેલા બોલ પર જ વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો. તેવામાં પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે કોહલીને સલાહ આપી છે. તેણે કહ્યું કે વિરાટે પહેલા તો પોતાને સામાન્ય ખેલાડી સમજવો પડશે પછી જ તે રન કરી શકશે. તો બીજી બાજુ સુનીલ ગાવસ્કરે પણ વિરાટની વિકેટ પડી જતા નિવેદન આપ્યું હતું.

વિરાટ ઈનિંગના પહેલા બોલ પર જ આઉટ
RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ઈનિંગના પહેલા બોલ પર જ વિરાટ કોહલી સુચિતની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. સુચિતના ફુલર બોલ પર વિરાટ ફ્લિક કરવા જતા SRHના કેપ્ટન વિલિયમ્સન પાસે સરળ કેચ ગયો હતો. તેવામાં ઈનિંગના પહેલા બોલ પર જ વિકેટ જતા વિરાટ પણ અચંબિત થઈ ગયો હતો.

વીડિયોમાં જુઓ વિરાટ કેવી રીતે આઉટ થયો...

ગાવસ્કરે વિરાટની વિકેટ અંગે કહ્યું મારા પાસે શબ્દો નથી
વિરાટ પહેલા બોલ પર જ આઉટ થતા સુનીલ ગાવસ્કર લાઈવ મેચની કોમેન્ટરી દરમિયાન ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે મારી પાસે શબ્દો નથી કે આ વિકેટ પછી હું શું કહું. વિરાટ કોહલીને આવા શોટ પર આઉટ થતા જોઈને હું ચોંકી ગયો છે.

કોહલી પોતાના પર ખૂબ પ્રેશર લઈ રહ્યો છે
શોએબ અખ્તરે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું કે, વિરાટ પોતાની યોગ્યતા સાબિત કરવા માટે પોતાના પર વધુ પડતું પ્રેશર લઈ રહ્યો છે. જેના કારણે તેનું પ્રદર્શન બગડી રહ્યું છે. જોકે, શોએબે એ પણ સ્વીકાર્યું કે વિરાટ જેવા બેટર જાણે છે કે કેવી રીતે કમબેક કરવું.

તેણે વધુમાં કહ્યું, વિરાટ કોહલી એક મહાન ખેલાડી છે. તેને કંઈપણ સાબિત કરવાની જરૂર નથી. તેણે IPLમાં પહેલા જે ફોર્મમાં હતો અને રમી રહ્યો હતો એની કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી તેનું ફોર્મ બગડ્યું છે. તેને માત્ર મેદાન પર જઈને રમતનો આનંદ માણવાની જરૂર છે.

અખ્તરે કહ્યું કે વિરાટ કોહલી રન કરવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે. તે વિચારી રહ્યો છે કે હું વિરાટ કોહલી છું અને હું જે પહેલાં કરતો હતો તે અત્યારે હું કરી શકતો નથી. આ તે સમય છે જ્યારે વિરાટને સમજાયું કે તે એક માત્ર માણસ છે. પરંતુ વિરાટ જેવા દિગ્ગજ જાણે છે કે કેવી રીતે કમબેક કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...