4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન સારી નથી રહી. ટીમે 13 મેચમાંથી માત્ર 4 મેચમાં જીત હાંસલ કરી છે. ટીમને પ્રથમ જીત સિઝનની પ્રારંભિક 6 મેચ હાર્યા બાદ મળી હતી. ટોપ-10 બેટર અને બોલરમાં ચેન્નાઈનો એક પણ ખેલાડી નથી. આવું 2020 બાદ પ્રથમવાર બન્યું છે. 2020માં પણ ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં નીટલા ક્રમે રહી હતી. જોકે ત્યારે લીગમાં 8 ટીમ હતી અને ચેન્નાઈએ 8 મેચ હારી હતી.
સિઝનનો સૌથી નાનો સ્કોર 97 રન, ચેન્નાઈના નામે
ચેન્નાઈએ સિઝનમાં સૌથી વધુ 4 વખત 200+નો સ્કોર કર્યો. ટીમે 3 વાર તેમાં જીત મેળવી. ટીમને બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હી વિરુદ્ધ જીત મળી. જ્યારે લખનઉ સામે હાર મળી હતી. સિઝનનો સૌથી નાનો સ્કોર 97 રન છે, જે ચેન્નાઈએ કર્યો હતો. મુંબઈ વિરુદ્ધની આ મેચ ચેન્નાઈ 5 વિકેટે હાર્યું હતું.
ચેન્નાઈએ 9 વખત પ્રથમ બેટિંગ કરી, માત્ર 3માં જીત મળી
ચેન્નાઈ 9 વખત પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને ત્રણમાં જ જીત મેળવી હતી. ચેન્નાઈ રનચેઝ કરવા 4 વખત ઉતરી પરંતુ ટીમને માત્ર એક વખત સફળતા મળી તથા 3 માં હારનો સામનો કરવો પડ્યો. ટીમે પંજાબ અને હૈદરાબાદ વિરુદ્ધ બંને મેચ ગુમાવી હતી.
બેઝ પાઈસવાળા મુકેશે સૌથી વધુ વિકેટ ઝડપી
20 લાખની બેઝ પ્રાઈસવાળા ઝડપી બોલર મુકેશ ચૌધરીએ 12 ઈનિંગ્સમાં 9.22ની ઈકોનોમીથી 16 વિકેટ ઝડપી છે. ટીમ માટે તેની 1 વિકેટ માત્ર 1.25 લાખ રૂપિયામાં પડી. 20 લાખવાળા સિમરજીતે 5 મેચમાં 3 વિકેટ ઝડપી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.