આઈપીએલ 2021:16 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે, નેગેટિવ પીસીઆર કોવિડ-19 રિપોર્ટ સાથે લઇને આવવું ફરજીયાત

દુબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુએઈએ દર્શકોને એન્ટ્રી આપવા માટે પ્રોટોકોલ તૈયાર કર્યો, સૌથી સસ્તી ટિકિટ 1200ની

આઈપીએલના બીજા ચરણમાં દર્શકોને પ્રવેશ મળશે. જેની શરૂઆત 19 સપ્ટેમ્બરથી મુંબઈ અને ચેન્નઈ મેચથી થશે. યુએઈમાં કોરોનાની શરૂઆત બાદ પહેલીવાર દર્શકો સ્ટેડિયમમાં આવશે. ટૂર્નામેન્ટની 31 મેચ દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. મેચ માટે ટિકિટની વહેંચણીની શરૂઆત થઇ ગઇ છે.

અબુધાબીમાં થનાર મેચમાં સૌથી સસ્તી ટિકિટ 1200રૂ. છે. આ મેદાન પર 8 મેચ રમાશે. દુબઈ અને શારજાહની સૌથી સસ્તી ટિકિટ 4000રૂ. છે. પહેલી ક્વોલિફાયર અને ફાઇનલ દુબઈ જ્યારે એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર શારજાહમાં રમાશે.

સ્ટેડિયમમાં સીમિત સંખ્યામાં દર્શકો આવશે અને તેના માટે સખત પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. અમીરાત ક્રિકેટ બોર્ડના જનરલ સેક્રેટરી મુબાશિર ઉસ્માનીએ કહ્યું, ‘યજમાનના રૂપમાં અમે સ્ટેડિયમમાં દર્શકોનું સ્વાગત કરવા માટે ખુશ છીએ.

યુએઈ દ્વારા દર્શકો માટે બનાવ્યો પ્રોટોકોલ

  • સ્ટેડિયમમાં આવનાર દર્શકની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની હોવી જોઇએ.
  • સ્ટેડિયમમાં પ્રવેશ પહેલા પીસીઆર કોરોના ટેસ્ટની નેગેટીવ રિપોર્ટ બતાવવી ફરજીયાત છે, રિપોર્ટ 48 કલાકથી જૂની હોવી ન જોઇએ.
  • ફૂલી કોવિડ-19 વેક્સીનેટેડ હોવુ ફરજીયાત છે. તો સાથે અલ હોસન એપમાં ગ્રીન સ્ટેટસ હોવું ફરજીયાત છે.
  • મેદાનમાં બધાંએ માસ્ક લગાવવાનું રહેશે. લોકોએ સામાજીક અંતરનું પણ પાલન કરવા માટે કહેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...