તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું IPL અને T-20 વર્લ્ડ કપ હવે UAEમાં યોજાશે?:કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીમ ભારતમાં આવવા ઈચ્છતી નથી, નવેમ્બરમાં દેશમાં ત્રીજી કોવિડ લહેરની આશંકા

4 દિવસ પહેલા
ફાઈલ તસવીર

અમિત મિશ્રા, વરૂણ ચક્રવર્તી, રિદ્ધિમાન સાહા, માઈક હસી સાથે અન્ય ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ જતા IPL 2021ને સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા હવે ભારતમાં 2021માં જે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો હતો, એના પર પણ સંકટના વાદળો છવાઈ ગયા છે. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે BCCI આ બંને ટૂર્નામેન્ટને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે UAEમાં આયોજિત કરવાની કોશિશ કરી રહી છે.

પહેલા IPL, પછી વર્લ્ડ કપ
ભારતીય ક્રિકેટ બોર્ડ માટે સપ્ટેમ્બરમાં IPL 2021ની અન્ય 31 મેચનું આયોજન સંભવ જણાઈ રહ્યું નથી. તેથી 14 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણી પૂર્ણ કર્યા પછી આની કોશિશ કરવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પહેલાથી જ એક બાયો-બબલમાં હશે એટલે બીજા બબલમાં સ્થાન મેળવવું એમના માટે થોડુ સરળ રહેશે. આવી પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 25 સપ્ટેમ્બરની આસપાસ જે વિન્ડો મળી છે, એમાં BCCI ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં IPLનું આયોજન કરી શકે છે.

વર્લ્ડ કપમાં તમામ ટીમે ભાગ લેવાનો રહેશે
આગામી કેટલાક દિવસોમાં જ ભારતની જગ્યાએ UAEમાં વર્લ્ડ કપ યોજાશે એવી જાહેરાત થઈ શકે છે. વિશ્વના તમામ ક્રિકેટરોને પોતાની ટીમ સાથે UAE આવવું પડશે. BCCIના ઓયોજન પ્રમાણે તેઓ IPLમાં રમી રહેલા તમામ ખેલાડીઓને વહેલા UAE બોલાવી લેશે અને ત્યાંજ બાકી રહેલી મેચ પૂર્ણ કરી દેશે. આ તમામ IPLની મેચ રમ્યા પછી તેઓ પોતાની નેશનલ ટીમના બાયો બબલ સાથે જોડાઈ શકશે અને જે વર્લ્ડ કપ નથી રમતા તેઓ પોતાના દેશ પરત ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

ભારતમાં નવેમ્બરની અંદર ત્રીજી લહેરની આશંકા
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નવેમ્બરની આસપાસ આવવાની આશંકા હોવાથી વર્લ્ડકપના આયોજન પર પ્રશ્નાર્થચિન્હ મુકાઈ ગયું છે. ભારતમાં IPLનું બાયો બબલ સફળ સાબિત ન થતા, વિદેશી ખેલાડીઓ પણ દેશમાં આવવા માંગતા નથી. UAEનું 2020માં જે બાયો-બબલ હતું તે સફળ રહ્યું હતું.

ત્યાં પણ BCCI જ હોસ્ટ કરશે
જો વર્લ્ડકપનું આયોજન UAEમાં થશે, તો પણ BCCI એને હોસ્ટ કરશે. ભારતીય બોર્ડ અને ICCએ પહેલાથી જ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી. ICCએ 2020ના ટી-20 વર્લ્ડ કપને હોસ્ટ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને 2021નો ટી-20 વર્લ્ડ કપ હોસ્ટ કરવા માટે ભારતની પસંદગી કરી હતી. ઓસ્ટ્રલિયામાં 2020નો વર્લ્ડ કપ કોરોના મહમારીના પગલે રદ કરવામાં આવ્યો હતો, આનું 2022માં આયોજન કરવામાં આવશે. જ્યારે ICCએ 2021ના વર્લ્ડ કપનું આયોજન BCCI અતર્ગત રાખ્યું છે. તેથી જ UAEમાં તમામ ખેલાડીઓના સ્વાસ્થ્યની તકેદારી સાથે IPL અને વર્લ્ડ કપ યોજાય એવું પ્લાનિંગ BCCI દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો