રાણાની 'ફ્રિજતોડ સિક્સ':નીતીશે એવો છગ્ગો ફટકાર્યો કે બાઉન્ડરી બહાર રાખેલા ફ્રિજનો કાચ તૂટી ગયો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPLમાં શુક્રવારે રમાયેલી KKR અને SRHની મેચમાં કોલકાતાના સ્ફોટક બેટ્સમેન નીતીશ રાણાએ મારેલા એક છગ્ગાએ ડગઆઉટમાં રાખેલા ફ્રિજનો કાચ તોડી નાખ્યો. KKRની ઈનિંગમાં 13મી ઓવરમાં પેસર ઉમરાન મલિક બોલિંગ કરી રહ્યો હતો. સ્ટ્રાઈક પર કોલકાતાનો બેટર નીતીશ રાણા હતો. મલિકે પહેલો બોલ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફેંક્યો. નીતીશ આ બોલને થર્ડ મેન તરફ કટ શોટ રમવા માગતો હતો, પણ એ બેટ સાથે યોગ્ય કનેક્ટ ન થતાં મેદાનની બહાર ગયો અને પૂરા 6 રન મળ્યા. બોલ બાઉન્ડરી બહાર એક ટપ્પો ખાઈને ડગઆઉટમાં રાખેલા ફ્રિજ સાથે અથડાયો અને એના કાચના ફુરચેફુચ્ચા થઈ ગયા.

નીતીશ રાણાએ 36 બોલમાં આક્રમક 54 રન બનાવ્યા હતા.
નીતીશ રાણાએ 36 બોલમાં આક્રમક 54 રન બનાવ્યા હતા.

નીતીશ રાણાની આ સિક્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેણે 36 બોલ પર 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રનની ઈનિંગ રમી હતી. તેણે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે મળીને ચોથી વિકેટ માટે 39 રનોની પાર્ટનરશિપ કરી હતી. શ્રેયસના આઉટ થયા બાદ નીતીશને શેલ્ડન જેક્સનનો સપોર્ટ મળ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 33 રન કર્યા. ત્યાર બાદ નીતીશે આંદ્રે રસેલ સાથે મળીને 26 બોલ પર 39 રનની પાર્ટનરશિપ કરી.

SRHએ 7 વિકેટે કોલકાતાને હરાવ્યું
IPL 2022ની 25મી મેચમાં SRHએ KKRને 7 વિકેટે હરાવ્યું છે. SRH સામે 176 રનનો ટાર્ગેટ હતો, જે ટીમે એકતરફી અંદાજમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રાહુલ ત્રિપાઠીએ 71 રનની ઈનિંગ રમી, જ્યારે એડન માર્કરમે આક્રમક બેટિંગ કરતાં 36 બોલ પર અણનમ 68 રનની ઈનિંગ રમી હતી. KKR તરફથી રસેલે 2 વિકેટ ઝડપી હતી.

SRHની 5 મેચોમાં સતત ત્રીજી જીત
SRHની 5 મેચોમાં આ સતત ત્રીજી જીત છે. ટૂર્નામેન્ટની શરૂઆતની સતત બે મેચ હાર્યા બાદ કોઈએ નહોતું વિચાર્યું કે ટીમ આવી રીતે શાનદાર કમબેક કરશે, પરંતુ ટીમે ખરેખર દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. KKRની 6 મેચમાં આ ત્રીજી હાર છે.

અન્ય સમાચારો પણ છે...