લખનઉ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ચિયર કરવા માટે વાનખેડે સ્ટેડિયમમાં નીતા અંબાણી તેમના પુત્ર આકાશ અને પુત્રવધૂ શ્લોકા સાથે મેચ જોવા આવ્યા હતા. આ દરમિયાન MIના મુશ્કેલ સમયમાં પણ ફરી એકવાર અંબાણી પરિવારનો ટીમને સારો એવો સપોર્ટ મળતા સોશિયલ મીડિયામાં તેમની પ્રશંસા થવા લાગી હતી. વળી મેચની રોમાંચક ક્ષણમાં અંબાણી પરિવારે ટીમને ચિયર કર્યું હતું. જોકે આ મેચમાં મુંબઈ 36 રનથી લખનઉ સામે હારી ગયું હતું. આની સાથે જ સીઝનની સતત 8મી મેચ હારી જતા MI પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. તો ચલો આપણે તસવીરો દ્વારા આ મેચ પર નજર ફેરવીએ.....
MI vs LSG મેચની તસવીરો....
MIની સતત 8મી હાર
IPL 2022ની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 36 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. આ દરમિયાન MI સામે 169 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 132 રન કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન LSGના કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી હતી તો બીજી બાજુ કેપ્ટન રાહુલે શાનદાર સદી મારી ટીમને મેચ વિનિંગ ટોટલ સેટ કરવામાં સહાય કરી હતી. હવે જોવા જઈએ તો આ સીઝનની સતત 8મી મેચ હારી જતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસમાંથી પણ લગભગ બહાર થઈ જવા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.