તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • New Zealand Team Announced For 2 Tests Against England; Jamieson, Williamson And Bolt Will Not Play IPL 2021 Knockout Matches

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLની ટીમોને ઝટકો:NZના 4 ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી છેડો ફાડી શકે છે; રોહિત-કોહલી-ધોની અને વોર્નરની ટીમના 1-1 ખેલાડીઓ સામેલ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ ઇન્ડિયન્સનો ટ્રેન્ટ બોલ્ટ (ડાબે) અને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેન વિલિયમસન (જમણે). - Divya Bhaskar
મુંબઇ ઇન્ડિયન્સનો ટ્રેન્ટ બોલ્ટ (ડાબે) અને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેન વિલિયમસન (જમણે).
  • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ NZ ટીમની પ્રથમ ટેસ્ટ મેચ 2 જૂન અને બીજી 10 જૂનના રોજ યોજાશે.
  • UKની કોવિડ ગાઈડલાઈન મુજબ ભારતથી આવતા તમામ મુસાફરોને 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે
  • NZના 4 ખેલાડીઓ IPLની નૉક-આઉટ મેચ સહિત, ફાઈનલમાં રમવાનું પણ ચૂકી જાય એવા એંધાણ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમની ઘોષણા કરવામાં આવી છે. જેમાં ન્યૂઝીલેન્ડ ટીમની કમાન કેન વિલિયમ્સનના હાથમાં છે. ત્યાંજ, ટ્રેન્ટ બોલ્ટ, કાઈલ જેમીસન અને મિચેલ સેન્ટનરને પણ આ સ્ક્વોડમાં સામેલ કરાયા છે. શ્રેણીની પ્રથમ મેચ 2 જૂનથી લોર્ડસમાં રમાશે.

UKની કોવિડ ગાઈડલાઈન મુજબ ભારતથી આવતા તમામ મુસાફરોને 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. જેનો સીધો અર્થ એ થાય છે કે આ તમામ 4 ખેલાડીઓ નૉક આઉટ મેચ સહિત ફાઈનલમાં પણ પ્રદર્શન નહીં કરી શકે.

જેનાથી મુંબઈ ઈન્ડિયન્સ , રોયલ ચેલેન્જર બેન્ગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપરકિંગ્સને ફટકો પડી શકે છે. વિલિયમ્સન SRH અને બોલ્ટ MI ટીમના મહત્ત્વપૂર્ણ અંગ છે. ગત સિઝનમાં બોલ્ટ અને બુમરાહની જોડીએ મુંબઈને 5મું ટાઈટલ જીતવામાં મદદ કરી હતી. જેમીસનને RCBએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. નૉકઆઉટ રાઉન્ડની શરૂઆત 25 મે અને ફાઈનલ 30 મેના રોજ રમાશે.

IPL 2020 મેચ બાદ કેન વિલિયમસન (જમણે) સાથે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર સાથે ચર્ચા કરી રહ્યો છે.
IPL 2020 મેચ બાદ કેન વિલિયમસન (જમણે) સાથે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર સાથે ચર્ચા કરી રહ્યો છે.

ન્યુઝીલેન્ડ તેના ખેલાડીઓ વિશે સાવચેતી રાખવા માંગે છે
ન્યુઝીલેન્ડે પહેલાથી જ ભારતના પ્રવાસીઓ પર બેન લગાવી દીધો છે. તેવામાં ન્યુઝીલેન્ડની સરકાર પોતાના ક્રિકેટરોની પણ સુરક્ષાનું કડકાઈ પૂર્વક ધ્યાન રાખી શકે છે. ત્યાંની સરકાર કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા ઈચ્છશે નહીં, જેથી દરેક ખેલાડીને તમામ પ્રકારની સુરક્ષા સાથે પ્રવાસ કરવાની અનુમતિ આપવામાં આવશે. 18 જૂનના રોજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પણ શરૂ થશે. જેથી ન્યુઝીલેન્ડની ટીમ માટે આ શ્રેણી ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

UKની અત્યારની ટ્રાવેલ ગાઈડલાઈન્સ

  • ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી વ્યક્તિએ 2 કોરોના વાયરસના ટેસ્ટ કરવવાના રહેશે
  • વ્યક્તિએ જ્યાં રોકાણ કર્યું છે, ત્યાં લગભગ 10 દિવસ સુધી તેણે રોકાવું પડશે
  • UKએ જે સ્થળના રહેવાસીઓ પર પ્રતિબંધ મુક્યો છે, તે દેશોના એક પણ વ્યક્તિને એન્ટ્રી નહીં મળે. જોકે ભારત આ લિસ્ટમાં નથી.

જોકે આ તમામ નિયમો સમય સાથે બદલાતા રહે છે. એવામાં અત્યારે આ તમામ ખેલાડીઓ બાયો-બબલમાં જ રહે છે. તો જોવાની વાત એ રહી કે શું UKનું આરોગ્ય વિભાગ બબલથી બબલમાં પ્રસ્થાન કરવાની અનુમતિ આપી શકે છે કે નહીં.

ભારત સામે 2020ની ટેસ્ટ સિરીઝ દરમિયાન જેમીસને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવ્યું હતું
ભારત સામે 2020ની ટેસ્ટ સિરીઝ દરમિયાન જેમીસને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવ્યું હતું

બોલ્ટ મુંબઈની પેસ બોલિંગ એટેકનો પાયો છે
IPLની 13મી સીઝનમાં લસિથ મલિંગા મુંબઈની ટીમ સાથે નહોતો જોડાયો. જેથી મેનેજમેન્ટે દિલ્હીની ટીમથી બોલ્ટને પોતાની MI સ્ક્વોડમાં ખરીદ્યો હતો. આ નિર્ણય તેમનો કારગર સાબિત થયો અને બોલ્ટે ગત સીઝનની 15 મેચમાં 25 વિકેટ ઝડપી હતી.

કેન વિલિયમ્સન SRHના મધ્યક્રમનો મહત્ત્વનો બેટ્સમેન
વિલિયમ્સન SRHનો એક મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. જેણે એકલાએ ગત સીઝનમાં ટીમની બેટિંગને સ્થિરતા પ્રદાન કરી હતી. કેન વિલિયમ્સને 12 મેચમાં 45.28ની એવરેજ સાથે 133.75ની સ્ટ્રાઈક રેટથી 317 રન બનાવ્યા હતા. જેમાં એનો બેસ્ટ સ્કોર 67 રનનો હતો. વિલિયમ્સને ટૂર્નામેન્ટમાં 3 ફિફ્ટી પણ મારી હતી.

IPL 2020માં બોલ્ટે મુંબઇ તરફથી રમેલી 15 મેચોમાં 25 વિકેટ લીધી હતી.
IPL 2020માં બોલ્ટે મુંબઇ તરફથી રમેલી 15 મેચોમાં 25 વિકેટ લીધી હતી.

જેમીસન IPLના ઓક્શનનો બીજો મોંઘો ખેલાડી
સેન્ટનરને ગત સીઝનમાં ખાસ તક નહોતી મળી. પરંતુ આ સીઝનમાં તેણે એક સ્પિનના વિકલ્પ સાથે ઓલરાઉન્ડરની ભૂમિકા આપવામાં આવી શકે છે. IPLના ઓક્શન 2021માં બીજા સૌથી મોંઘા નંબરના 6 ફૂટ 8 ઈંચના ખેલાડી એવા જેમીસનને આવનાર સમયનો પ્રશંસનીય ઓલરાઉન્ડર માનવમાં આવી રહ્યો છે. ફાસ્ટ બોલિંગની સાથે તે લૉઅર ઓર્ડરમાં મોટા શોટ્સ પણ લગાવી શકે છે.

ઈંગ્લેન્ડના વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી માટે 3 ન્યૂકમર્સ
ઈંગ્લેન્ડના વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણીમાં કીવીના મેનેજમેન્ટે 3 નવા ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમણે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ લિમિટેજ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. ડેવોન કૉનવે, વેલિંગ્ટનના ઓલરાઉન્ડર રચિન રવીંદ્ર અને ફાસ્ટ બોલર જેકબ ડફીનો સ્ક્વોડમાં સમાવેશ કરાયો છે.

મિશેલ સેન્ટનરને સતત 2 વર્ષબાદ પણ CSKએ રિટેઈન કર્યો
મિશેલ સેન્ટનરને સતત 2 વર્ષબાદ પણ CSKએ રિટેઈન કર્યો

રવીંદ્રએ 15 વર્ષની ઉંમરમાં પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી
21 વર્ષીય રવીંદ્રને કીવીની ટીમનો ભવિષ્યનો સૌથી બેસ્ટ ઓલરાઉંન્ડર માનવામાં આવે છે. લેફ્ટ હેન્ડેડ સ્પિનર વેલિંગ્ટને 8 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ વર્ગની મેચમાં 3 સદી અને 9 અડધી સદી ફટકારી છે. તેમાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ-A તરફથી મારેલી સદીનો પણ સમાવેશ થાય છે. પ્રથમ ટેસ્ટ મેચ 2 જૂન અને બીજી 10 જૂનના રોજ યોજાશે.

2 ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટૉમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, ડેવોન કૉનવે, કૉલિન ડી ગ્રેન્ડહોમ, મેટ હેનરી, કાઈસ જેમીસન, ટૉમ લેથમ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, એઝાઝ પટેલ, રચિન રવીંદ્ર, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, રૉસ ટેલર, નીલ વૈગનર, બીજે વોટલિંગ, વિલ યંગ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો