IPL 2022ની તમામ લીગ મેચ પૂર્ણ થઈ ગઈ છે તેવામાં હવે ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેવામાં 27 અને 29 મે પહેલાં અત્યારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાઉન્ડની સાથે સ્ટેન્ડ્સ તથા ફેન્સના પ્રવેશ માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અહીં લાઈટિંગથી લઈને બેનર્સ પણ લગાવાઈ ગયા છે. ચલો આપણે તસવીરો દ્વારા મહાસંગ્રામ માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની તસવીરો પર નજર ફેરવીએ....
લાઈટિંગથી લઈ સીટિંગ એરેજમેન્ટની સુવિધા ચકાસી
IPL વિશ્વની સૌથી પ્રખ્યાત લીગ ટૂર્નામેન્ટમાંથી એક છે તેવામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2022ની સિઝનની ફાઈનલ અને ક્વોલિફાયર મેચ રમાવાની હોવાથી ગ્રાઉન્ડ સ્ટાફથી લઈ અન્ય સહાયક સ્ટાફ એક્ટિવ મોડમાં આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં રિંગ ઓફ ફાયર લાઈટિંગથી લઈ અન્ય સુવિધાની ચકાસણી હાથ ધરાઈ રહી છે. ફેન્સના મનોરંજન માટે અહીં સાઉન્ડ સિસ્ટમ અને ગેસ્ટ બોક્સના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
2 નિર્ણાયક મેચ માટે પિચ લગભગ તૈયાર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં IPL 2022ની 2 નિર્ણાયક મેચ માટે પિચનું નિર્માણ શરૂ થઈ ગયું છે. તો બીજી બાજુ સ્ટેન્ડ્સની સીટોના સેનિટાઈઝિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
IPL 2022માં 2 મેચ અમદાવાદમાં રમાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.