તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Muttiah Muralitharan Has Been Admitted To A Chennai Hospital In Critical Condition And Is The Bowling Coach Of Sunrisers Hyderabad.

IPL 2021:મુથૈયા મુરલીધરનની તબિયત બગડતા ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના બોલિંગ કોચ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર) - Divya Bhaskar
(ફાઈલ તસવીર)

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટને લગતી સમસ્યા સર્જાતા ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.તેઓ IPLની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ચેન્નઈમાં છે. તેઓ આ ટીમના બોલિંગ કોચ છે. આ સમયમાં તેમને હૃદય સંબંધિત સમસ્યા સર્જાઈ હતી. આજે તેમને સાંજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને હૃદયમાં એક બ્લોકેજ છે, જેને લીધે હાર્ટમાં સ્ટેન્ડ મુકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુરલીધરણ ક્રિકેટના સૌથી સફળ બોલર પૈકીના એક છે. તેમણે શ્રીલંકા માટે 133 ટેસ્ટ અને 350 વનડે રમી ચુક્યા છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 800 અને વનડેમાં 534 વિકેટો લીધેલી છે. તેમણે વર્ષ 2011માં વિશ્વ કપ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.